આપણો ઇતિહાસ આપણો વારસો

આ બ્લોગમાં ગુજરાત નો,ભારતનો ઇતિહાસ તેમજ ઐતિહાસીક ચરીત્રો, લોકવાર્તાઓ, લોકસાહિત્ય,દુહા-છંદ, લોકગીતો , ભજનો વગેરે આપવામાં આવે છે જેથી રસીક વાચકો નેં તમામ માહિતિ મળી રહે

Deal's of The Month

Responsive Ads Here

સોમવાર, 23 સપ્ટેમ્બર, 2019

કેસરદેવ મકવાણા



કેસરદેવ મકવાણા

                કેસરદેવ મકવાણા 

   સિંધમાં સુમરા વંશની સત્તા હતી. સુમરાઓ એ લગભગ ત્રણસો વર્ષ રાજ્ય કર્યું. સુમરા વંશમાં દોદો અને ખરીફ બહાદુર રાજાઓ થયા. સુમરાઓ અસલમાં   હિંદુ જ હતા પણ, સિંધ ઉપર પ્રથમ મુસ્લિમ આક્રમણ પછી ઇસ્લામ ધર્મ સ્વિકાર્યો. સુમરાઓ એ ઘણા રાજાઓ ને વશ કર્યા હતાં. 
   ગુજરાતનો રાજા ભીમદેવ સોલંકી પહેલા ના રાજ્ય-
કાળમાં સિંધમાં હમુક સુમરો રાજ્ય કરતો હતો. ભીમદેવ સોલંકીએ સિંધ ઉપર આક્રમણ કરી હમુકને હરાવી કેદ કર્યો હતો, પણ હમુક સુમરે ભીમદેવની તાબેદારી સ્વિકારી એટલે સિંધનું રાજ્ય પાછું આપી છોડી મૂક્યો હતો. 
   હમુક સુમરા પછી હમીર સુમરો પહેલો સિંધ ગાદીએ આવ્યો હતો. તેની રાજધાની નગરસમા એટલે નગરઠઠામાં હતી. હમીર સુમરો બહુ બળવાન હતો , પણ આળસુ અને મોજીલો હતો. 
   તે સમયમાં કચ્છમાં કીર્તિ -કેરંતિગઢમાં વિહાસ મકવાણા નામનાે રાજા રાજ્ય કરતાે હતો. તેના મૃત્યુ સમયે જીવ જાતો નહોતો અને જીવ મુંજાતો જોઇ તેના નાના કુંવર કેસર મકવાણે પૂછ્યુ :-- "પિતાજી !  
તમારો જીવ કેમ મુુંઝાય છે ? તમારી જે ઇચ્છા હોય તે કહો અને આત્મા ને શાંતિ આપો. " વિહાસ મકવાણે કીધું કે "સિંધમાં મારો એક દુશ્મન હમીર સુમરો છે . તેની પાસે પુષ્કળ સારા ઘોડાઓ  તથા ઘણાં ઉત્તમ ઉંટ છે . તેની સાથે લડવાની મારી ઇચ્છા હું પુરી કરી શક્યો  નથી . તેથી મારાે જીવ જાતો નથી . જો તમારામાંથી કોઇ તેનાં સુંદર દૂધમલીયા વછેરા-ઘોડા સવાસો લાવીને મારાં તેરમાં ને દિવસે દાન કરો તો મારો જીવ સુખે જાય". આ વખતે તેના ભાઇ -ભત્રીજા સૌ બેઠા હતા; પણ કોઈની હિંમત ચાલી નહીં ; ત્યારે કેસર મકવાણો કે જે સહુ કરતા નાનો હતો તણે બાપની ઇચ્છા પૂરી કરવાનું વચન આપ્યું ; એટલે વિહિઆસ મકવાણે શાંતિ થી પ્રાણ છોડ્યો. 
   બાપની ઉતરક્રિયા પુરી થઈ એટલે તરત કેસરે ભાયાતો ને મદદ માટે બોલાવ્યા , પણ હમીર જેવા બળવાન રાજા સામે વેર બાંધવા માટે કોણ તૈયાર થાય? આખરે કેસર મકવાણાે એકલો હૈયે હામ રાખી સિંધ તરફ ચાલ્યો . તેના હાથમાં સવા મણનો લોઢાનો ભાલો રહેતો. તેના હાથ ઢીંચણથી ઢળકતા રહેતાં . એવો અજાનબાહુ અતુલિત બળવાન હતો.  સાડા ત્રણ ટાંકની કમાન-તલવાર હાથમાં રહેતી. સવા-સવા મણનો ભલકો હતો. કેસર મકવાણાે ઘોડા ઉપર ચડી ને ચાલ્યો . 
       બીજા ઘોડા ચોપગા , ઘોડાહર ચાલીસ; 
      બીજા નર બબ્બે હથ્થા , કેસર પુરા વીસ. 
      તરકસથી તીર કઢેઓ, કર ગ્રહી લાલ કમાન; 
     દોસુલા ભર લકડી , વેધી અવલે બાણ. 
નગરસમે આવી સવાસો ઘોડા હરી જઇને ભાટ-ચારણોને વહેંચી આપ્યા . 
  હમીર હવે કચ્છ ઉપર ચઢી આવશે તેમ કેસરે ધાર્યું ; પણ જ્યારે તે ન આવ્યો , ત્યારે કેસર બીજી વાર સિંધમાં આવી હમીરની સાતસો સાંઢો વાળી લાવ્યા . હમીરને બે વાર છંછેડ્યો : પણ તેની આળસ ઉડી નહી , એટલે કેસરે ત્રીજી વાર ચઢાઇ કરી. ત્યારે હમીરની અાંખ ઉઘડી. હમીર ને ગુસ્સો ચઢ્યો. તેણે કેસરને કહેવરાવ્યું કે તારી સાથે લડવાની મારી ઇચ્છા છે પણ તારો દેશ ખારોપાટ છેે તેથી મારી સેના ને ખાવાનું ક્યાંથી મળે ? " કેસરે કહેવરાવ્યું કે " તેની સંભાળ હું રાખીશ. તમારી સેના માટે હજાર વીઘા માં ઘંઉ વવરાવુ છુ. "
    હમીર એ જવાબથી આશ્ચર્ય પામ્યો અને એક વર્ષ પછી જબરુ લશ્કર લઇને કચ્છમાં ગયો . મકવાણાઓ અને સુમરાઓ વચ્ચે જબરજસ્ત લડાઈ થઇ. કેસર મકવાણાે ઘણું પરાક્રમ બતાવી રણમાં પડ્યો . તેનાં ભાઈ -ભત્રીજા તથા નવ કુંવરો પણ  મરાયા.મરાયા.કેશરદેવ મકવાણા ના ભાઇભત્રીજા બધા ઝમોરમાં કામ આવ્યા. અને બારાટના ચોપડા પ્રમાણે  નવ શાખો પડી.

                     કવિત

       મકવાણ રાણંગ, બોહો બાબલ બરદાલા; 
      લજાવંત લુણંગ, ભલા બલોઅચ ભાઇ; 
      ખતરવટ રાખણ ખોડ, જેક પારા કર જાણું ; 
      વીઠોડ નેહાપેવ, જેક ઝલરાંણ વખાણું , 
      નવ શાખ નવ ખંડમાં, મકવાણો દશમો મણી; 
      એટલી સાખ ઉજાલતાં, તલક સાખ ઝાાલાતણી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો