આપણો ઇતિહાસ આપણો વારસો

આ બ્લોગમાં ગુજરાત નો,ભારતનો ઇતિહાસ તેમજ ઐતિહાસીક ચરીત્રો, લોકવાર્તાઓ, લોકસાહિત્ય,દુહા-છંદ, લોકગીતો , ભજનો વગેરે આપવામાં આવે છે જેથી રસીક વાચકો નેં તમામ માહિતિ મળી રહે

Deal's of The Month

Responsive Ads Here

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2020

વલ્લભી નગરી




વલ્લભીપુર પાટણ

કાઠીયાવાડ રેલ્વેના ધોળા જંક્શને ઉતરીને ઉગમણા જઇએ તો ૩ ગાઉ ઉપર વળા (વલ્લભીપુર)આવે છે. ભાવનગર જતા હાઇવે  રોડ ઉપર જ આવે છે. તેની પાસે ઘેલો નામે નદી વહે છે. આજથી સોએક વર્ષ પહેલા વલ્ભી નગરી ના જુના ખંડેર પણ જોવામાં આવતા એવી જૂની નોંધ મળે છે.  ચોમાસામાં જ્યારે પૂર આવતુ ત્યારે આ ખંડેરો વધારે ખુલ્લાં પડતા; અને તેમાંથી શિવલીંગો , જુનાસિક્કાઓ અને મૂર્તિઓ કોઇ કોઇ વખત નીકળતા, અને કહે છે કે ઇંટો પણ નિકળતી હતી. 
      ભટાર્ક નામના સેનાપતિએ આ નગર વસાવ્યુ હતુ. ભટાર્ક પછી વલ્લભીની ગાદીએ ઘણારાજાઓ થયા હતા. તેમણે લગભગ ૨૫૦-૩૦૦ વર્ષ રાજ્ય કર્યુ. 
વલભી તે સમયે મોટુ અને સમૃધ્ધ રાજ્ય હતુ. વસ્તીથી ભરપૂર અને પૈસેટકે આબાદ નગર હતુ. દૂર દૂરથી વેપાર અર્થે લોકો આવતા. વલભીમાં પ્રખ્યાત વિદ્યાપીઠ હતી જે દેશ વિદેશથી લોકો અભ્યાસ અર્થે આવતા તેવી નોંધ તે સમય
માં આવેલ ચીની પ્રવાસી હ્યુએન સંગની નોંધ ઉપરથી જાણવા મળે છે.કરોડપતિ શાહુકારોનાં સો કરતા પણ વધારે ઘરો હતાં. બૌધ્ધ ધર્મના મઠો પણ તેટલા જ હતા, તેમા આશરે ૬૦૦૦ કરતા વધારે સાધુઓ રહેતા હતા. વલભીની જાહોજલાલીનુ વર્ણન હ્યુએનસંગ કર્યુ છે.  
    વલ્લભીના છેલ્લા રાજાઓ શિલાદિત્ય નામે ઓળખાતાં હતા. છેલ્લા રાજા શિલાદિત્ય સાતમાંના વખતમાં કાકુ નામે એક મારવાડી વેપારી વલભીમાં રહેતો હતો. તે પહેલા ઘણો જ ગરીબ હોવાથી કાકુરંક નામે ઓળખાતો હતો. પણ વેપાર માં કમાવાથી કરોડપતિ થયો હતો ; તેને એક દીકરી હતી તે ઘણી જ વહાલી હતી. તેને માથુ ઓળાવવાની હીરામાણેક જડેલી સોનાની કાંસકી કરાવી આપી હતી. 
     આ કાંસકી એક દિવસ રાજાની કુંવરીના જોવામાં આવી તેથી તેને તે લેવાનુ મન થયું. રાજાએ કાકુશેઠને કાંસકી આપવાનો હુકમ કર્યો. કાકુએ તેની દીકરીની કાંસકી આપવાની ના કહી, તેથી રાજાએ જબરજસ્તી ખૂંચવી લીધી, આથી કાકુને બહુજ ગુસ્સો ચઢ્યો; તેણે રાજા સામે વેર લેવાનું વચાર્યુ. તેણે સિંધમાં જઇ આરબોને ચડાઇ કરવા દરીયાઇ માર્ગે લાવ્યો. આરબોએ શિલાદિત્યને લડાઇમાં હરાવી મારી નાખ્યો. વલ્લભી ને લૂંટીને બાળ્યુ અને નાશ કર્યો. આમ ભર્યુ ભાદર્યુ, સુખી, સમૃધ્ધ, આબાદ અને પ્રખ્યાત નગર નો નાશ થયો. 




ટિપ્પણીઓ નથી:











ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો