


મોહમદ ગજનીની સોમનાથ ઉપરની ચડાઇનુ વર્ણન મુસ્લીમ ઇતિહાસકાર ઇબ્ન અસીરે વિસ્તારપૂર્વક આપ્યુ છે. તે કહે છે કે: "જ્યારે મહેમુદ હિન્દના મંદિરો તોડી નષ્ટ કરવા લાગ્યો ત્યારે ત્યાંના ભયભીત હિન્દુઓ કહેવા લાગ્યા કે એ મંદિરના દેવો ઉપર સોમનાથનો પ્રકોપ થયેલો છે , નહીતર તો વિશ્વની કોઇપણ શક્તિ એ મંદિરો તોડી નાખવા સારુ શક્તિમાન હોય શકે જ નહી . જ્યારે આ આ શબ્દો મહેમુદ ના સાંભળવામાં આવ્યા ત્યારે સોમનાથ નું મંદિર તોડવાથી દેવો કાંઈ કરી શકતા નથી , એમ એ હિન્દુઓ જોઇ શકશે અને ઇસ્લામ ધર્મ સ્વીકારશે , એવી માન્યતાથી પ્રેરાઈને મહેમુદે ત્રીસ હજાર ઘોડેસવારો સાથે ખુદાની બંદગી કરી, ઇ. સ. ૧૦૨૪માં ગજનીથી મુલતાનનો રસ્તો લીધો. મુલતાન પહોંચ્યા પછી વચ્ચે થરના રણમાંથી રસ્તો હોવાથી ત્રીસ હજાર ઉંટ ઉપર પાણી અને દાણો ભરીને નિકળ્યો. રણ ઓળંગ્યા પછી એક કૂવાઓવાળો ગઢ આવ્યો, જ્યાંનાં માણસો સમાધાન કરવા આવ્યાં. પણ મહેમુદે તો હુમલો કરી ગઢ લઇ લીધો. બીકના માર્યા તે લોકો હારી ગયા. મહેમુદે એ ગઢને તાબે કર્યો, લોકોને મારી નાખ્યા અને ત્યાંના મંદિરો તોડી નાખ્યાં. પછી મહેમુદ પાણી લઇને અણહિલવાડ તરફ ઉપડ્યો. અણહિલવાડનો ભીમ નામનો રાજા એકદમ ભાગી ગયો. શહેરના લોકો પણ ભાગી ગયા, અને રાજા પોતાની જાતને બચાવવા તથા યુધ્ધની તૈયારી કરવા ક્યાંક કિલ્લામાં ભરાઇને બેઠો. પછી મહેમુદ સોમનાથ તરફ ઉપડ્યો. રસ્તામાં ઘણાં ગઢો આવ્યા જેના મંદિરોમાં રહેલી મૂર્તિઓ સોમનાથના પાર્ષદરુપ ગણાતી હતી. મહેમુદે અા શહેરોનો નાશ કર્યો, લોકોને મારી નાખ્યા. સોનાની મુર્તિઓને તોડી નાખી અને પાણી વગરના રણમાં થઇને સોમનાથ પાટણ તરફ ધસી ગયો. આ રણમાં મહેમ્મુદની સામે વીસ હજાર માણસો થયાં. પણ મહેમુદે આ માણસોને હરાવી નસાડી મુક્યા તથા તેમનો માલ લુંટી લીધો . ત્યાં થી મહેમુદ દેલવાડે ગયો. અહીંથી સોમનાથ બે દિવસમાં પહોચાય. દેલવાડાના લોકો સોમનાથને ભરોસે ગામમાં ભરાઇ રહ્યાં, પણ મહેમુદે ગામ ભાંગ્યું તથા લુંટયું, અને લોકોને , મારી નાખ્યા અને પછી સોમનાથ ઉપર કૂચ કરી. ઇ. સ. ૧૦૨૫ ના જાન્યુઆરી માસની ૩૦ મી તારીખ અને ગુરુવારે સોમનાથ પહોચતા મહેમુદે દરિયાના કિનારા ઉપર બાંધેલો મજબૂત ગઢ જોયો. દરિયાનું પાણી ગઢની પાસે ફડાકા મારતુ જોયુ.જોયુ.મહેમુદના સૈન્યએ સોમનાથ ના મંદિર ઉપર આક્રમણ કર્યુ. મંદિરની રક્ષા કરવા આવેલ રાજપૂતોએ ભીષણ યુધ્ધ ખેલ્યુ, હજારો રાજપુતો, બ્રામણો અને ત્યાના લોકો સોમૈયાની રક્ષા કરતા મરાયા. ત્રણ દિવસને અંતે મહેમુદના સૈન્યને જવાનો રસ્તો મળ્યો.
ઇબ્ન અસીરે આપેલ સોમનાથના મંદિરનુ વર્ણન: તે કહે છે "સોમેશ્વરની મુર્તિ હિન્દની મુર્તિઓમાં મોટામાં મોટી હતી. પ્રત્યેક ગ્રહણ વખતે એક લાખ હિન્દુઓની વિશાળ જનસંખ્યા ત્યાં એકત્રિત થતી હતી . સંસારની સૌથી બહુ મુલ્યવાન વસ્તુઓ સોમનાથના ચરણારવિંદમાં ભક્તો દ્વારા સમર્પિત કરવામાં આવતી હતી . એક હજાર થી પણ વધારે સમૃદ્ધિશાળિ ગામ મંદિરની માલિકીના હતા . આ ગામોની આવકમાંથી , સૈન્યનુ, સોમનાથ પાટણનું તથા મંદિરનું સંરક્ષણ થતું હતું. મંદિરમાં સર્વોત્તમ અને બહુ મુલ્યવાન રત્નોનો વિશાળ સંગ્રહ કરવામાં આવ્યો હતો . ગંગા નામની અત્યંત પવિત્ર નદી જે સોમનાથથી ૭૫૦ મૈલ દુર હતી , ત્યાંથી સોમનાથ ની પ્રતિમાના અભિષેક સારુ કાવડ દ્વારા પગપાળા ચાલીને પવિત્ર જળ દરરોજ લાવવામાં આવતું હતું . યાત્રીઓ ની હજામતમાં દરરોજ ૩૦૦ હજામો રોકાતા હતા . મંદિરના દ્વાર આગળ ૩૫૦ ગાનારીઓ ગાન અને નૃત્ય કર્યા કરતી હતી , જેમાંના પ્રત્યેકને નિયત પગાર મળ્યા કરતો હતો . મંદિર લાકડાના ૫૬ સ્થંભો ઉપર ઉભું હતું . મુર્તિ એક અંધકારમય ઓરડામાં સુરક્ષિત હતી . સભામંડપના થાંભલાઓમા રત્નો જડ્યા હતાં , મુરતીની ઉંચાઈ પાંચ હાથ અને પરીઘ ત્રણ હાથ જેટલો હતો , મુર્તિવાળા ખંડમાં રાતદિવસ રત્નજડીત દીપમાળાઓ બળ્યા કરતી હતી . બસો મણ વજન ની સોનાની સાંકળો મંદિરમાં લટકતી હતી , જેમાં ઘંટો ટીંગાડેલા હતાં . મંદિરની તિજોરીમાં સોનારુપાની મુર્તિઓ તથા રત્નજડિત મુખવટા હતા "
મહેેમુદે મુર્તિના ત્રણ કટકા કર્યા હતાં, મંદિરમાંથી વીસ લાખ દીનારનો માલ લુંટી લીધો હતો. અને મંદિરનો નાશ કર્યો હતો. એ વખતે આખું મંદિર લાકડા નું હતુ . પછી ભીમદેવે પથ્થરનું મંદિર બનાવ્યું .
મહેમુદે સોમનાથ ના મંદિર ને તોડી, લુંટફાટ કરી ઘણાં હિન્દુઓ ને માર્યા, ઘણાને પકડી જ્યારે ગજની જવા નિકળ્યો ત્યારે ભીમદેવ સૈન્ય લઇ તેને રોકવા રસ્તામાં આડો ઉભો, પણ મહમદ સિંધમાંથી મુલતાન ના રસ્તેથી નીકળી ગયો. ત્યાં રણમાં સૈન્ય ભુલુ પડી ગયું. તેના માણસો પાણી વગર રણમા તરફડી ને મરી ગયા. ભયંકર ખુવારી થઇ. રણમાં જ પાણી વગર તરફડી ને મરી ગયા એવી ભયંકર દશા લુંટારા મહેમુદ ગજની ની થઇ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો