ચક્રવર્તિ રાજા ભોજ નો ભત્રીજો, રાજા ઉદયાદિતનો કુંવર જગદેવ પરમાર સૌથી દાનવિર અને પ્રતાપી રાજા થયો. તેણે પરમાર કુળની દેવી ગઢકાલિકાને સાત-સાત વખત મસ્તક અર્પણ કર્યુ અને દરેક વખત આ દાનવિર રાજાને માતાજીએ જીવતદાન આપ્યુ. ધાર(ઉજ્જૈન) મા ગઢકાલિકા મંદિરની પાસે જ રાજા જગદેવ પરમારની સમાધી છે. संवत् इग्यारह इकांणवे, चैततीज रविवार ।
सीस कंकाली भट्टनै, जगदेव दियो उतारि ।।
મહાન દાનવિર જગદેવ પરમારે કંકાલી દેવીને પોતાના શિશનું દાન આપી દીધુ હતું.
જગદેવ મહાન પરમાર શાસક ઉદયાદીત્યનો નાનો પુત્ર હતો. પિતાને તેને રાજ સોંપવાની ઇચ્છા હતી પણ મોટા ભાઇ હોય અને પોતે રાજ કરે પાપ લાગે એમ વિચારી રાજનો ત્યાગ કરી ગુલબર્ગ કર્નાટક ચાલ્યો ગયો. ત્યાંના રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાએ ખુબ જ સન્માન આપી પોતાના ભાઇની જેમ રાખ્યો.
જગદેવનો બીજો સૌથી મહત્વપુર્ણ દાનનો પ્રસંગ ગુજરાતનો રાજા સોલંકી સિધ્ધરાજ જયસિંહના કાળમાં બનેલો.
રાજા ઉદયાદીતને બે રાણીઓ હતી. પહેલી સોલંકીરાણી અને બીજી વાઘેલીરાણી હતી. જગદેવ સોલંકી રાણીના પુત્ર હતા. શરુવાતમાં જગદેવે ગુજરાતના રાજા સોલંકી સિધ્ધરાજના સેનાપતિ તરીકે નોકરી કરી અનેક લડાઇઓ લડી વિજય મેળવ્યો હતો.
ત્યાંથી કલ્યાણીના સોલંકી વિક્રમ છઠ્ઠાના(ઈ. સ. ૧૦૭૬-૧૧૨૬) સેનાપતિ તરીકે રહી વિદર્ભદેશની સત્તા સભાળી. રાજા જગદેવ પરમારે પોતાની બુધ્ધિ, પરાક્રમ અને શક્તિથી આંધ્ર, દ્વારસમુદ્ર, અને આબુની અાજુબાજુના પ્રદેશો જીતી લીધા. એ સિવાય કર્ણાટકનો કિંગવરણ, આંધ્રના રાજા, ચિત્રકોટ, બસ્તર અને દ્વારસમુદ્રનો રાજા હોયસાલ ને પરાજીત કર્યા હતા.
૧૧૨૬ ઈ. સ. માં કલ્યાણીનો રાજા સોલંકી વિક્રમાદિત્યના ૬ ના મૃત્યુ પછી સ્વતંત્ર રાજા બની પરમાર વંશની સ્થાપના કરી. ગઢ ચાંદુર(હાલનું રાજુરા તાલુકો, ચંદ્રપુર જીલ્લો મહારાષ્ટ્ર)ને પોતાની રાજધાની બનાવી. તેની સત્તા બુલઢાણા, અકોલા, અમરાવતી, ભંડારા, નાગપુર, વર્ધા, ગોંદિયા, બાલાઘાટ, સિવની, છિંદવાડા, બૈતુલથી લઇ માળવા સુધી હતી.
રાજા જગદેવે સાત પ્રકારના સોનાના સિક્કા ચલણમાં મુક્યા હતાં.
જગદેવ પરમારનું મૃત્યુ ઇ. સ. ૧૧૫૧ની આસપાસ માનવામા આવે છે. તેમના મૃત્યુ પછી તેમના વંશજોએ બારમી સદીના મધ્ય સુધી રાજ્ય કર્યુ પણ તે તેટલા લોકપ્રિય નથી. ત્યાર પછીના રતનપુરના ગોંડ રાજાઓએ વિદર્ભ ઉપર કબજો લઇ લીધો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો