આપણો ઇતિહાસ આપણો વારસો

આ બ્લોગમાં ગુજરાત નો,ભારતનો ઇતિહાસ તેમજ ઐતિહાસીક ચરીત્રો, લોકવાર્તાઓ, લોકસાહિત્ય,દુહા-છંદ, લોકગીતો , ભજનો વગેરે આપવામાં આવે છે જેથી રસીક વાચકો નેં તમામ માહિતિ મળી રહે

Deal's of The Month

Responsive Ads Here

સોમવાર, 23 સપ્ટેમ્બર, 2019

કેસરદેવ મકવાણા



કેસરદેવ મકવાણા

                કેસરદેવ મકવાણા 

   સિંધમાં સુમરા વંશની સત્તા હતી. સુમરાઓ એ લગભગ ત્રણસો વર્ષ રાજ્ય કર્યું. સુમરા વંશમાં દોદો અને ખરીફ બહાદુર રાજાઓ થયા. સુમરાઓ અસલમાં   હિંદુ જ હતા પણ, સિંધ ઉપર પ્રથમ મુસ્લિમ આક્રમણ પછી ઇસ્લામ ધર્મ સ્વિકાર્યો. સુમરાઓ એ ઘણા રાજાઓ ને વશ કર્યા હતાં. 
   ગુજરાતનો રાજા ભીમદેવ સોલંકી પહેલા ના રાજ્ય-
કાળમાં સિંધમાં હમુક સુમરો રાજ્ય કરતો હતો. ભીમદેવ સોલંકીએ સિંધ ઉપર આક્રમણ કરી હમુકને હરાવી કેદ કર્યો હતો, પણ હમુક સુમરે ભીમદેવની તાબેદારી સ્વિકારી એટલે સિંધનું રાજ્ય પાછું આપી છોડી મૂક્યો હતો. 
   હમુક સુમરા પછી હમીર સુમરો પહેલો સિંધ ગાદીએ આવ્યો હતો. તેની રાજધાની નગરસમા એટલે નગરઠઠામાં હતી. હમીર સુમરો બહુ બળવાન હતો , પણ આળસુ અને મોજીલો હતો. 
   તે સમયમાં કચ્છમાં કીર્તિ -કેરંતિગઢમાં વિહાસ મકવાણા નામનાે રાજા રાજ્ય કરતાે હતો. તેના મૃત્યુ સમયે જીવ જાતો નહોતો અને જીવ મુંજાતો જોઇ તેના નાના કુંવર કેસર મકવાણે પૂછ્યુ :-- "પિતાજી !  
તમારો જીવ કેમ મુુંઝાય છે ? તમારી જે ઇચ્છા હોય તે કહો અને આત્મા ને શાંતિ આપો. " વિહાસ મકવાણે કીધું કે "સિંધમાં મારો એક દુશ્મન હમીર સુમરો છે . તેની પાસે પુષ્કળ સારા ઘોડાઓ  તથા ઘણાં ઉત્તમ ઉંટ છે . તેની સાથે લડવાની મારી ઇચ્છા હું પુરી કરી શક્યો  નથી . તેથી મારાે જીવ જાતો નથી . જો તમારામાંથી કોઇ તેનાં સુંદર દૂધમલીયા વછેરા-ઘોડા સવાસો લાવીને મારાં તેરમાં ને દિવસે દાન કરો તો મારો જીવ સુખે જાય". આ વખતે તેના ભાઇ -ભત્રીજા સૌ બેઠા હતા; પણ કોઈની હિંમત ચાલી નહીં ; ત્યારે કેસર મકવાણો કે જે સહુ કરતા નાનો હતો તણે બાપની ઇચ્છા પૂરી કરવાનું વચન આપ્યું ; એટલે વિહિઆસ મકવાણે શાંતિ થી પ્રાણ છોડ્યો. 
   બાપની ઉતરક્રિયા પુરી થઈ એટલે તરત કેસરે ભાયાતો ને મદદ માટે બોલાવ્યા , પણ હમીર જેવા બળવાન રાજા સામે વેર બાંધવા માટે કોણ તૈયાર થાય? આખરે કેસર મકવાણાે એકલો હૈયે હામ રાખી સિંધ તરફ ચાલ્યો . તેના હાથમાં સવા મણનો લોઢાનો ભાલો રહેતો. તેના હાથ ઢીંચણથી ઢળકતા રહેતાં . એવો અજાનબાહુ અતુલિત બળવાન હતો.  સાડા ત્રણ ટાંકની કમાન-તલવાર હાથમાં રહેતી. સવા-સવા મણનો ભલકો હતો. કેસર મકવાણાે ઘોડા ઉપર ચડી ને ચાલ્યો . 
       બીજા ઘોડા ચોપગા , ઘોડાહર ચાલીસ; 
      બીજા નર બબ્બે હથ્થા , કેસર પુરા વીસ. 
      તરકસથી તીર કઢેઓ, કર ગ્રહી લાલ કમાન; 
     દોસુલા ભર લકડી , વેધી અવલે બાણ. 
નગરસમે આવી સવાસો ઘોડા હરી જઇને ભાટ-ચારણોને વહેંચી આપ્યા . 
  હમીર હવે કચ્છ ઉપર ચઢી આવશે તેમ કેસરે ધાર્યું ; પણ જ્યારે તે ન આવ્યો , ત્યારે કેસર બીજી વાર સિંધમાં આવી હમીરની સાતસો સાંઢો વાળી લાવ્યા . હમીરને બે વાર છંછેડ્યો : પણ તેની આળસ ઉડી નહી , એટલે કેસરે ત્રીજી વાર ચઢાઇ કરી. ત્યારે હમીરની અાંખ ઉઘડી. હમીર ને ગુસ્સો ચઢ્યો. તેણે કેસરને કહેવરાવ્યું કે તારી સાથે લડવાની મારી ઇચ્છા છે પણ તારો દેશ ખારોપાટ છેે તેથી મારી સેના ને ખાવાનું ક્યાંથી મળે ? " કેસરે કહેવરાવ્યું કે " તેની સંભાળ હું રાખીશ. તમારી સેના માટે હજાર વીઘા માં ઘંઉ વવરાવુ છુ. "
    હમીર એ જવાબથી આશ્ચર્ય પામ્યો અને એક વર્ષ પછી જબરુ લશ્કર લઇને કચ્છમાં ગયો . મકવાણાઓ અને સુમરાઓ વચ્ચે જબરજસ્ત લડાઈ થઇ. કેસર મકવાણાે ઘણું પરાક્રમ બતાવી રણમાં પડ્યો . તેનાં ભાઈ -ભત્રીજા તથા નવ કુંવરો પણ  મરાયા.મરાયા.કેશરદેવ મકવાણા ના ભાઇભત્રીજા બધા ઝમોરમાં કામ આવ્યા. અને બારાટના ચોપડા પ્રમાણે  નવ શાખો પડી.

                     કવિત

       મકવાણ રાણંગ, બોહો બાબલ બરદાલા; 
      લજાવંત લુણંગ, ભલા બલોઅચ ભાઇ; 
      ખતરવટ રાખણ ખોડ, જેક પારા કર જાણું ; 
      વીઠોડ નેહાપેવ, જેક ઝલરાંણ વખાણું , 
      નવ શાખ નવ ખંડમાં, મકવાણો દશમો મણી; 
      એટલી સાખ ઉજાલતાં, તલક સાખ ઝાાલાતણી

શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2019

સોમનાથ મહાદેવ અને મહમુદ ગઝની



મોહમદ ગજનીની સોમનાથ ઉપરની ચડાઇનુ વર્ણન મુસ્લીમ ઇતિહાસકાર ઇબ્ન અસીરે વિસ્તારપૂર્વક આપ્યુ છે. તે કહે છે કે: "જ્યારે મહેમુદ હિન્દના મંદિરો તોડી નષ્ટ કરવા લાગ્યો ત્યારે ત્યાંના ભયભીત હિન્દુઓ કહેવા લાગ્યા કે એ મંદિરના દેવો ઉપર સોમનાથનો પ્રકોપ થયેલો છે , નહીતર તો વિશ્વની કોઇપણ શક્તિ એ મંદિરો તોડી નાખવા સારુ શક્તિમાન હોય  શકે જ નહી . જ્યારે આ આ શબ્દો મહેમુદ ના સાંભળવામાં આવ્યા ત્યારે સોમનાથ નું મંદિર તોડવાથી દેવો કાંઈ કરી શકતા નથી , એમ એ હિન્દુઓ જોઇ શકશે અને ઇસ્લામ ધર્મ સ્વીકારશે , એવી માન્યતાથી પ્રેરાઈને મહેમુદે ત્રીસ હજાર ઘોડેસવારો સાથે ખુદાની બંદગી કરી, ઇ. સ. ૧૦૨૪માં ગજનીથી મુલતાનનો રસ્તો લીધો. મુલતાન પહોંચ્યા પછી વચ્ચે થરના રણમાંથી રસ્તો હોવાથી ત્રીસ હજાર ઉંટ ઉપર પાણી અને દાણો ભરીને નિકળ્યો. રણ ઓળંગ્યા પછી એક કૂવાઓવાળો ગઢ આવ્યો, જ્યાંનાં માણસો સમાધાન કરવા આવ્યાં. પણ મહેમુદે તો હુમલો કરી ગઢ લઇ લીધો. બીકના માર્યા તે લોકો હારી ગયા. મહેમુદે એ ગઢને તાબે કર્યો, લોકોને મારી નાખ્યા અને ત્યાંના મંદિરો તોડી નાખ્યાં. પછી મહેમુદ પાણી લઇને અણહિલવાડ તરફ ઉપડ્યો. અણહિલવાડનો ભીમ નામનો રાજા એકદમ ભાગી ગયો. શહેરના લોકો પણ ભાગી ગયા, અને રાજા પોતાની જાતને બચાવવા તથા યુધ્ધની તૈયારી કરવા ક્યાંક કિલ્લામાં ભરાઇને બેઠો. પછી મહેમુદ સોમનાથ તરફ ઉપડ્યો. રસ્તામાં ઘણાં ગઢો આવ્યા જેના મંદિરોમાં રહેલી મૂર્તિઓ સોમનાથના પાર્ષદરુપ ગણાતી હતી. મહેમુદે અા શહેરોનો નાશ કર્યો, લોકોને મારી નાખ્યા. સોનાની મુર્તિઓને તોડી નાખી અને પાણી વગરના રણમાં થઇને સોમનાથ પાટણ તરફ ધસી ગયો. આ રણમાં મહેમ્મુદની સામે વીસ હજાર માણસો થયાં. પણ મહેમુદે આ માણસોને હરાવી નસાડી મુક્યા તથા તેમનો માલ લુંટી લીધો . ત્યાં થી મહેમુદ દેલવાડે ગયો. અહીંથી સોમનાથ બે દિવસમાં પહોચાય. દેલવાડાના લોકો સોમનાથને ભરોસે   ગામમાં ભરાઇ રહ્યાં, પણ મહેમુદે ગામ ભાંગ્યું તથા લુંટયું, અને લોકોને , મારી નાખ્યા અને પછી સોમનાથ ઉપર કૂચ કરી. ઇ. સ. ૧૦૨૫ ના જાન્યુઆરી માસની ૩૦ મી તારીખ અને ગુરુવારે સોમનાથ પહોચતા મહેમુદે દરિયાના કિનારા ઉપર બાંધેલો મજબૂત ગઢ જોયો. દરિયાનું પાણી ગઢની પાસે ફડાકા મારતુ જોયુ.જોયુ.મહેમુદના સૈન્યએ સોમનાથ ના મંદિર ઉપર આક્રમણ કર્યુ. મંદિરની રક્ષા કરવા આવેલ રાજપૂતોએ ભીષણ યુધ્ધ ખેલ્યુ, હજારો રાજપુતો, બ્રામણો અને ત્યાના લોકો સોમૈયાની રક્ષા કરતા મરાયા. ત્રણ દિવસને અંતે મહેમુદના સૈન્યને જવાનો રસ્તો મળ્યો. 

  ઇબ્ન અસીરે આપેલ સોમનાથના મંદિરનુ વર્ણન: તે કહે છે "સોમેશ્વરની મુર્તિ હિન્દની મુર્તિઓમાં મોટામાં મોટી હતી. પ્રત્યેક ગ્રહણ વખતે એક લાખ હિન્દુઓની વિશાળ જનસંખ્યા ત્યાં એકત્રિત થતી હતી . સંસારની સૌથી બહુ મુલ્યવાન વસ્તુઓ સોમનાથના ચરણારવિંદમાં ભક્તો દ્વારા સમર્પિત કરવામાં આવતી હતી . એક હજાર થી પણ વધારે સમૃદ્ધિશાળિ ગામ મંદિરની માલિકીના હતા . આ ગામોની આવકમાંથી , સૈન્યનુ, સોમનાથ પાટણનું તથા મંદિરનું સંરક્ષણ થતું હતું. મંદિરમાં સર્વોત્તમ અને બહુ મુલ્યવાન રત્નોનો વિશાળ સંગ્રહ કરવામાં આવ્યો હતો . ગંગા નામની અત્યંત પવિત્ર નદી જે સોમનાથથી ૭૫૦ મૈલ દુર હતી , ત્યાંથી સોમનાથ ની પ્રતિમાના અભિષેક સારુ કાવડ દ્વારા પગપાળા ચાલીને પવિત્ર જળ દરરોજ લાવવામાં આવતું હતું . યાત્રીઓ ની હજામતમાં દરરોજ ૩૦૦ હજામો રોકાતા હતા . મંદિરના દ્વાર આગળ ૩૫૦ ગાનારીઓ ગાન અને નૃત્ય કર્યા કરતી હતી , જેમાંના પ્રત્યેકને નિયત પગાર મળ્યા કરતો હતો . મંદિર લાકડાના ૫૬ સ્થંભો ઉપર ઉભું હતું . મુર્તિ એક અંધકારમય ઓરડામાં સુરક્ષિત હતી . સભામંડપના થાંભલાઓમા રત્નો જડ્યા હતાં , મુરતીની ઉંચાઈ પાંચ હાથ અને પરીઘ ત્રણ હાથ જેટલો હતો , મુર્તિવાળા ખંડમાં રાતદિવસ રત્નજડીત દીપમાળાઓ બળ્યા કરતી હતી . બસો મણ વજન ની સોનાની સાંકળો મંદિરમાં લટકતી હતી , જેમાં ઘંટો ટીંગાડેલા હતાં . મંદિરની તિજોરીમાં સોનારુપાની મુર્તિઓ તથા રત્નજડિત મુખવટા હતા "

    મહેેમુદે મુર્તિના ત્રણ કટકા કર્યા હતાં, મંદિરમાંથી વીસ લાખ દીનારનો માલ લુંટી લીધો હતો. અને મંદિરનો નાશ કર્યો હતો. એ વખતે આખું મંદિર લાકડા નું હતુ . પછી ભીમદેવે પથ્થરનું મંદિર બનાવ્યું . 

   મહેમુદે  સોમનાથ ના મંદિર ને તોડી, લુંટફાટ કરી ઘણાં હિન્દુઓ ને માર્યા, ઘણાને પકડી જ્યારે ગજની જવા નિકળ્યો ત્યારે ભીમદેવ સૈન્ય લઇ તેને રોકવા રસ્તામાં આડો ઉભો, પણ મહમદ સિંધમાંથી મુલતાન ના રસ્તેથી નીકળી ગયો. ત્યાં રણમાં સૈન્ય ભુલુ પડી ગયું. તેના માણસો પાણી વગર રણમા તરફડી ને મરી ગયા. ભયંકર ખુવારી થઇ. રણમાં જ પાણી વગર તરફડી ને મરી ગયા એવી ભયંકર દશા લુંટારા મહેમુદ ગજની ની થઇ હતી. 

    

મહાભારત એક ઐતિહાસિક દ્રષ્ટિએ

ભારતવર્ષ ના પ્રાચીન ગ્રંથોમાં વેદો ઉપરાંત મહાભારતનું મહત્વ ખુબ જ વધારે છે. મહાભારતમાં ધર્મ, તત્વગ્યાન, વ્યવહાર, રાજનીતિ વગેરે વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. આ ગ્રંથથી આપણને ભારત ની પ્રાચીન સમયની પરીસ્થીતિની વિશ્વસનિય અને વિસ્તૃત પ્રમાણોના આધારે અનેક ઐતિહાસિક વાતો જાણવા મળે છે.
  મહાભારતના કર્તા શ્રી વેદવ્યાસ છે. તેઓ એ મહાભારતનુ યુધ્ધ પોતાની સગી નજરે જોયું હતુ. યુધ્ધબાદ અઢાર વર્ષ પછી, ધૃતરાષ્ટ્રના પરલોકગમન બાદ શ્રી વેદવ્યાસજીએ લગાતાર ત્રણ વર્ષના મહાપરીશ્રમથી મહાભારત ગ્રંથની રચના કરી.
  મહાભારતકાળમાં જેજે જાતિઓ, નદીઓ, પર્વતો અને રાજ્યો-રાજાઓ વગેરેની પણ માહિતી મળે છે. પર્વતોમાં મહેન્દ્ર, મલય, સુહ્ય, શુક્તિમાન, ઋક્ષવાન, વિન્ધ્ય, પારિયાત્ર એ સાત ભારતવર્ષમાં  ગણાવ્યા છે. નદીઓમાં વિપુલા, ગંગા, સિન્ધ, સરસ્વતિ, ગોદાવરી, નર્મદા,નર્મદા,મહાનદી, બાહુદા, શતદ્રુ, ચંન્દ્રભાગા, યમુના, દૃષદ્વતિ વિપાષા, વિપાણા, સ્થુલવાલુકા, વેત્રવતિ, કૃષ્ણા, ઇરાવતિ, વિતસ્તા, પયોષ્ણી, દેવિકા, વેદસ્મૃતા, વેદવતિત્રિદિવા, ઇક્ષુલા, કૃમી, કરીષિણી, ચિત્રવાહા, ચિત્રસેના,ચિત્રસેના,ગોમતી, રહસ્યા, લોહિતારિણી, વન્દના, કૌશિકી ત્રિદિવા, નિવિતા, કૃત્યા, શતકુંભા, સરયૂ ચર્મણવતિ, હસ્તિસોમા, સરાવતિ, વેણા, ભીમરથી, કાવેરી, ચુલુકા, વાણી, સિંધુ, કુંડલી, શતબલા,શતબલા,સુપ્રયોગા, પવિત્રા વગેરે વગેરે નદીઓના ઉલ્લેખ છે.
   દેશોના નામ જોઇએ તો દ્રવિડ, કેરલ, પ્રાચ્ય, ભુષિક, વનવાષિક,વનવાષિક,કર્ણાટક, મહિષક, ચૌલ,કોકુટક, ભિલ્લિક, ભુષક, કુંતલ, સૌહ્દ, નભકાનન, કોકણ, માલવ, નર, કુકર, મારિષ, પુલિન્દ,પુલિન્દ,બલ્કલ, વલ્લવ, ત્રિગર્ત, વિન્ધ્ય, પુલિંદ,પુલિંદ,અપરબલ્લવ, ઋષિક, વિદર્ભ, કાક,કાક,આભિર,કાક,કાક,આભિર,પંચાલ, કાશ્મીર, સિંધુસૌવિર, નિષાદ, શુરસેન, કિરાત, આનર્ત, સુરાષ્ટ્ર, ગાંધાર, શક, સુદામ, બર્બર, કચ્છ, વૈદેહ, સિધ્ધ, મ્લેચ્છ, તામ્રલિપ્તક વગેરે.
    ઉત્તરમાં યુનાન, ચિન, કાંબોજ જ્યાં મ્લેચ્છ જાતિ વસે છે. એવુ વર્ણન છે. સક્રૃદગ્રહ, કુલતથ, હુણ, પારસિક, રમણ, ચિન અને દેશમાલિક જ્યાં ક્ષત્રિયોનો ઉપનિવેશ કહેવામાં આવ્યો છે. શુદ્ર, આભિર, દરદ, કાશ્મિર, પશુ, ખાશિર, અન્તચાર, પલ્હવ, ગિરિગહ્ગર, આત્રેય, ભરદ્વાજ, સ્તનપોષિક, પ્રોષક કલિંગ, કિરાત, સિધ્ધ, બર્બર, હુણ વગેરે જાતિઓ વર્ણવી છે.
      મહાભારતમાંથી એ કાળની રાજકીય, સામાજીક, આર્થિક વગેરે બાબતોની માહિતી જાણવા મળે છે.       અસ્તુ. . . 

વિર ક્ષત્રિય બત્તડ

ગુજરાતમાં ઇ.સ. ૧૨૯૬ વિ.સ. ૧૩૫૨ માં કરણદેવ વાઘેલા ની સત્તા હતી. ત્યારે તેનો પ્રધાન રીસાઇને દિલ્લી જઇ અલ્લાઉદ્દીન ખિલજીને ગુજરાત જીતવા માટે ચડાવ્યો. અલ્લાઉદ્દીન ખિલજીએ બે સરદારો ઉલુઘખાન અને અલપખાન ને વિશાળ સેના લઇ અણહિલપુર પાટણ જીતવા  મોકલ્યા. જાલોરના રાજા કાન્હડદે ચૌહાણે સુલતાનના લશ્કરને પોતાના રાજ્યમાંથી રસ્તો આપવાની ના પાડી એટલે પાદસાહની સેના ફરીને મેવાડમાંથી પસાર થઇ બનાસકાંઠા પહોંચી. ગુજરાતમાં ખેપીયાઓ એ આ ખબર પહોચાડ્યા અને સર્વત્ર ગભરાટ, ત્રાસ પ્રસરી રહ્યો.
     સુલતાનની વિશાળ સેના મોડાસે આવી પહોંચી
સેનાનો પ્રથમ સામનો મોડાસાના ધણી બત્તડે કર્યો. બત્તડ વિર ક્ષત્રિય હતો. ક્ષત્રિયોના રાજધર્મ અનુસાર શત્રુ સામે મુકાબલાની તૈયારી કરી. પોતાના મુઠ્ઠીભર સાથીદારો લઇ સુલતાનની વિશાળ
સેના સામે લડવા મેદાને પડ્યો. લડાઇ થાય ત્યાં સુધી એણે અન્ન ન જમવાની પ્રતિગ્ના કરી. બત્તડ અને તેના સાથીદારોએ સુલતાનની વિશાળ સેનાને બે ઘડી થંભાવી દીધી. શુરવિર ક્ષત્રિયોએ તલવારો ની રમઝટ બોલાવી. તુરકો અને કઠોર મુઘલો ઉપર ક્ષત્રિયો તુટી પડ્યા. અનેક તુરકોને મારી બત્તડ અને તેના સાથીદારો રણમાં પડ્યાં. ઉલુઘખાને પણ તેના શૌર્યની પ્રસંશા કરી. અંતે તુરકોએ મોડાસા ભાંગી, લુંટી, લોકોને કેદ પકડ્યા અને નગરને સળગાવ્યુ.
  मारी म्लेच्छ पडंतउ दीठउ, बत्तड वषाणिउ षानि
  जयजयकार हुउ सरगापुरी, बइसी गयउ विमानी