ગુજરાતમાં ઇ.સ. ૧૨૯૬ વિ.સ. ૧૩૫૨ માં કરણદેવ વાઘેલા ની સત્તા હતી. ત્યારે તેનો પ્રધાન રીસાઇને દિલ્લી જઇ અલ્લાઉદ્દીન ખિલજીને ગુજરાત જીતવા માટે ચડાવ્યો. અલ્લાઉદ્દીન ખિલજીએ બે સરદારો ઉલુઘખાન અને અલપખાન ને વિશાળ સેના લઇ અણહિલપુર પાટણ જીતવા મોકલ્યા. જાલોરના રાજા કાન્હડદે ચૌહાણે સુલતાનના લશ્કરને પોતાના રાજ્યમાંથી રસ્તો આપવાની ના પાડી એટલે પાદસાહની સેના ફરીને મેવાડમાંથી પસાર થઇ બનાસકાંઠા પહોંચી. ગુજરાતમાં ખેપીયાઓ એ આ ખબર પહોચાડ્યા અને સર્વત્ર ગભરાટ, ત્રાસ પ્રસરી રહ્યો.
સુલતાનની વિશાળ સેના મોડાસે આવી પહોંચી
સેનાનો પ્રથમ સામનો મોડાસાના ધણી બત્તડે કર્યો. બત્તડ વિર ક્ષત્રિય હતો. ક્ષત્રિયોના રાજધર્મ અનુસાર શત્રુ સામે મુકાબલાની તૈયારી કરી. પોતાના મુઠ્ઠીભર સાથીદારો લઇ સુલતાનની વિશાળ
સેના સામે લડવા મેદાને પડ્યો. લડાઇ થાય ત્યાં સુધી એણે અન્ન ન જમવાની પ્રતિગ્ના કરી. બત્તડ અને તેના સાથીદારોએ સુલતાનની વિશાળ સેનાને બે ઘડી થંભાવી દીધી. શુરવિર ક્ષત્રિયોએ તલવારો ની રમઝટ બોલાવી. તુરકો અને કઠોર મુઘલો ઉપર ક્ષત્રિયો તુટી પડ્યા. અનેક તુરકોને મારી બત્તડ અને તેના સાથીદારો રણમાં પડ્યાં. ઉલુઘખાને પણ તેના શૌર્યની પ્રસંશા કરી. અંતે તુરકોએ મોડાસા ભાંગી, લુંટી, લોકોને કેદ પકડ્યા અને નગરને સળગાવ્યુ.
मारी म्लेच्छ पडंतउ दीठउ, बत्तड वषाणिउ षानि
जयजयकार हुउ सरगापुरी, बइसी गयउ विमानी

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો