આપણો ઇતિહાસ આપણો વારસો

આ બ્લોગમાં ગુજરાત નો,ભારતનો ઇતિહાસ તેમજ ઐતિહાસીક ચરીત્રો, લોકવાર્તાઓ, લોકસાહિત્ય,દુહા-છંદ, લોકગીતો , ભજનો વગેરે આપવામાં આવે છે જેથી રસીક વાચકો નેં તમામ માહિતિ મળી રહે

Deal's of The Month

Responsive Ads Here

સોમવાર, 4 મે, 2020

. . . . . . . . મા ખોડીયાર ના ઝુલણાં

ખોડલ માડી ઝાડ ખુબડી,
                 તારા સતનો નો આવે પાર
વાઢ્યા ધડ સંધાડીયા,
                  અયુપ ને કર્યો અહવાર-૧
 આવડ ખોડલ ની અમારે ઓથ્ય,
                  કેના હૈયા આગળ કરગરઇં
પાંચ સોનામહોર હીરાગર ચંદરવો,
              માનીલે મોમડી પાની ખોડીયાર - ૨
                 ગીત- ઝુલણીયું
    આવડ તારો રોહીશાળા છે નેહ રે ,
                   તાતણે વહે રે આવડ ખોડીયાર -
ભૈ મેરખીયા પોઠીડો પલાણ રે -
                    અમારે જાવું તે મૈડા વેચવા -- 3
સાતે બેને કરિયા રે પરિયાણ રે -
                            વાળા રે નગર બાયુ હાલીયું ,
 હાલીયું હાલીયું ગળતી માજમ રાત રે
                        આવીને  ઉભીયુ પોળ ને બારણે . . . .
 ભઈ પોળીડા પોળ ઉઘેડ રે,
                            અમારે જાવું છે વળા શેરમાં. . .
 ઘેલી ચારણઆઇ નો બોલ રે,
                             દીધી રે પોળ્યુ  સવારે ઉઘડે . . .
ભાંગા ભાંગા લોઢાનાલોઢાનાં કમાડ રે ,
           .                  પેલો રે માર્યો રે રેરા નો પાળિયો . . .
ત્યાંથી દેવીયું સડવડ સાલી જાય જો ,
                 .             આવીને ઉભી રે માણેકચોકમાં . . .
ભાઈ વાણીડા ઘીવડીયા ને તોળ રે ,
                             આવડનો ઘડુલો સવા લાખનો. . . .
તોળિયા તોળીયા લાખ બે લાખ રે,
                                આવડનો ઘડુલો સવા લાખનો. . . .
ત્યાંથી આઇયું સડવડ  ચાલી જાય રે, ,
                               આવીને ઉભ્યુ  વડલા હેઠજો. . .
ઝરમર ઝરમર વરહે જીણા મેઘ રે ,
                                   વડલો વરહે રે સાચા મોતી એ. . . . . . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો