પંખીડા પીયુ પીયુ પીયુ પોકારો,
આતો ભાઇ ઉતરવાનો આરો રે ;
હરિ પદ હૃદય કમળમાં ધારો,
પંખીડા પીયુ પીયુ પોકારો. ટેક,
અલખ લખભજન લેહે લાગી ,
જાગી જોયું નર નાર રે ;
મીરાને કરમા શબરી પુરી,
એ પળમાં ઉતર્યા પાર. પંખીડા .
ગોપીચંદ ભરતને રે લાગી,
વહી ગયા પારંપાર રે;
પીપો સુરદાસ ને દાસ કબીરા ,
એને જાણે સકળ સંસાર. - પંખીડા. . .
કૂબો કુંભારને સજનો કસાઈ,
ધનોજી જાટ નાભો ઢાઢી રે;
ભિલ ભક્ત ને સંપતિ સંતની,
મલી ભલી હરિએ ભજાડી. પંખીડા.
રાજા જનકને સુકદેવ જોગી,
ધન્ય ધન્ય તેનો જન્મારો રે;
એના રે ચિતડા કેવા હશે ,
તમે ચતુર ચિત વિચારો. પંખીડા .
જો શાહ બલખ બુખારા નો બાદશાહ,
જેણે છોડી સોળસેં સહેલી રે;
અઢાર લક્ષ ઘોડા મેલી ચાલ્યા,
વળી દોલત દુનિયા મેલી. પંખીડા .
નાત જાત નો નિયમ નથી ભાઈ,
કોણ દાનવ કોણ દેવા રે;
દાસ ધીરા હરિ ધ્યાન ધરે તો,
હરીજન હરજી જેવા. પંખીડા . . .
. . . ------- ધીરો ભગત
બલખ બુખારાના બાદશાહે બાદશાહી છોડી ,ઊંટ વાળો પ્રસંગ
જવાબ આપોકાઢી નાખો