આપણો ઇતિહાસ આપણો વારસો

આ બ્લોગમાં ગુજરાત નો,ભારતનો ઇતિહાસ તેમજ ઐતિહાસીક ચરીત્રો, લોકવાર્તાઓ, લોકસાહિત્ય,દુહા-છંદ, લોકગીતો , ભજનો વગેરે આપવામાં આવે છે જેથી રસીક વાચકો નેં તમામ માહિતિ મળી રહે

Deal's of The Month

Responsive Ads Here

ગુરુવાર, 7 મે, 2020

સૌરાષ્ટ્રના સોમનાથ મહાદેવ મહાત્મ્ય

                 સોમનાથ મહાદેવ
यत्र गंगा च यमुना  यत्र प्राची सरस्वती । यत्र सोमेश्वरो देवस्तत्र माममृतं कृतं कृधिन्द्रायेन्दो परिस्त्रव ।। (ૠગ્વેદ, ખિલ)
સૌરાષ્ટ્રનાં દક્ષિણ કાંઠે પ્રભાસ પાટણ  માં આવેલું સોમનાથ પ્રભુનું મંદિર  અનુશ્રુતિ પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિ જેટલું જ પુરાણું છે.  ઉપર આપેલા ઋગ્વેદના અવતરણથી તદ્દન સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ પવિત્ર ધામ ઘણું જ જાણીતું હતું મહાભારતના કાળમાં પ્રમાણે પ્રભાસ તીર્થક્ષેત્ર હતું .  ઐતિહાસિક દ્રષ્ટિએ જોતા પાંચ હજાર વર્ષ પહેલા ખીણમાં મહાદેવ પ્રભુ પૂજાતા માલમ પડે છે.
     પુરાણમાં હકીકત આમ છે દક્ષ પ્રજાપતિને ૨૭ કન્યાઓ હતી અમે તે બધીને ચંદ્રદેવ સોમ ને પરણાવી હતી આ બધી માં રોહિણી સૌથી વધારે રૂપાળી  હતી અને તેથી સમયનો તેના તરફ પક્ષપાત હતો સ્વાભાવિક રીતે તેની બીજી સ્ત્રીઓa જોકે તે બધી બહેનો જ  હતી  પોતાના  પિતા દક્ષ ને ફરિયાદ કરી અને તેમણે પોતાની બધી કન્યાઓ પ્રત્યે  સરખો વર્તાવ  રાખવા સોમ ને યુક્તિ પ્રયુક્તિથી સમજાવ્યો થોડા સમય પછી  વળી સોમ ને રોહિણીનું   આકર્ષણ દૂરની વાર થઈ પડ્યું અને તે તેનામાં જ કેવળ મસ્ત રહેવા લાગ્યું તેની બીજી સ્ત્રીઓ એ ફરીથી પોતાના પિતાને ફરિયાદ કરી અને તેણે જો પોતાનું વલણ ન બદલે તો શાપ આપવાની ધમકી આપી સોમે આ ધમકીને ગણકારી નહિ એટલે દક્ષે તેને શાપ આપ્યો તારો ક્ષય થશે
     પરિણામે ચંદ્ર દેવ  સોમ દિવસે દિવસે ક્ષય પામતો ગયો .  રોગ મુક્ત થવાના પ્રયત્નો માં તેણે યજ્ઞો કર્યા પણ તે નિષ્ફળ નીવડે તો ક્ષય થતો જ ગયો ઔષધિઓ સ્વાદ રહિત જેવી વનસ્પતિ ઉગવા અસમર્થ નીવડી દેવો ત્રાસી ઉઠયા સોમનાથ નિવારણ કરવા દક્ષ અને તેઓ કાલાવાલા કરવા લાગ્યા અને આ શરતોએ તેમણે તેમ કરવા સ્વીકાર્યું સોમ એ પોતાની બધી પત્નીઓ સાથે સરખો વાર્તાઓ રાખવો જોઈએ પ્રવાસ તીર્થયાત્રા આગળ જ્યાં સરસ્વતી નદી સાગરને મળે છે તેમાં સ્નાન કરવું જોઈએ અને ત્યાં મહાદેવ ની સ્તુતિ કરવી જો તે આ પ્રમાણે કરે તો માસના એક પક્ષમાં તે  રોજ રોજ ક્ષય પામતું જાય પરંતુ બીજા પક્ષમાં ગમતોદગદ. ગગ જાય વૃદ્ધિ પામતો જાય અંતે દક્ષિણૌ સ્ત્રીઓની અને બ્રાહ્મણોની ઉપેક્ષા ન કરવાનું કહ્યું.
      ડોક્ટરની સલાહ મુજબ સોંગ રોહિણી સહિત મરઘીના ઇંડાના આકારના સોમનાથ ના આ સ્પર્શ લિંગ ની રચના માટે નીચે  પ્રભાસ સ ઉતરી  આયો.
     4000 વરસની somni તપશ્ચર્યા પછી શિવ ભગવાન પર પ્રસન્ન થયા થયા કૃપા કરી અને તેને શુકલ પક્ષમાં વૃદ્ધિ પામવાનું અને  પ્રકાશવાનુ સામર્થ્ય બક્ષ્યું.   આ સ્થળે સોમે  પોતાનો ભાસ  પુનો પ્રાપ્ત કર્યું   એટલેઆ જગ્યા  પ્રભાસ નામે ઓળખાઇ
    બ્રહ્મા એ પોતે સોંમ અને તેની વહાલસોઈ  પ્રિયતમાં રોહિણીને સોમનાથના મંદિરની સ્થાપના માટે પ્રેરણા આપી.  બ્રહ્માએ પૃથ્વીને ભેદી અને સૌયે મરઘીના ઇંડાના કદનું શિવનું ઝળહળતું સ્વયંભૂ શિવલિંગ જોયું એ મધ અને   દર્ભાંકુરોથી છવાયેલું હતું.   એના પર બ્રહ્મલીલા મૂકવામાં અને ઉપર સાક્ષાત બ્રહ્માએ સોમનાથ પ્રભુના મોટા લિંગની સ્થાપના કરી હતી.  પછીથી વૈદિક મંત્રો વડે તેની અર્ચના થઈ હતી.
     સ્કંદપુરાણના પ્રભાસખંડમાં (૨ - 82 અને ૮૩) સોમનાથ લિંગનું આ પ્રમાણે વર્ણન છે :"સૂર્યમંડળની પ્રભા જેવું દેદીપ્યમાન તે  મહાશક્તિનું   સ્વયંભૂ લિંગ છે.    સર્પ થી વિટળાયેલું છે , મરઘીના ઈંડા જેવું એનું કદ  છે,  સ્પર્શલિંગ  એ કહેવાય છે.  અને  ભૂગર્ભમાં રહેલું છે. "
     મહાભારત યુદ્ધના દિવસોમાં પશ્ચિમ કાંઠે પ્રભાસ બધા સ્થળોમાં સૌથી વધારે પવિત્ર હતું . ઋષિઓ- મુનિઓ પણ ત્યાં એકઠા મળતા. ઇંદ્ર અને સૂર્ય એ બે દેવોનું માનીતું ધામ હતું. બધા પાપ નિવારણ કરવાનો એનો ગુણધર્મ હતો. પ્રભાસનું સમુદ્ર સ્નાન વ્યક્તિને સ્વર્ગે લઈ જનારું હતું . પાંડવો આ પવિત્ર ધામે આવ્યા હતા અને તેમણે તપસ્યા કરી હતી.  શ્રીકૃષ્ણ અને બલરામે પણ એમજ કર્યુ હતું. દ્વારકા  જતા રસ્તામાં   ગોકર્ણ થીઅર્જુન   આવ્યો હતો.  જન્મેજય પરીક્ષિત રાય  પણ અહીં  આવી ગયા હતા.શ્રી કૃષ્ણ યાદવોને  સૌરાષ્ટ્ર લઈ આવ્યા તે પહેલા ઘણા સમયથી પ્રભાસ આખા દેશમાંથી યાત્રાળુઓને આકર્ષતુ પવિત્ર સ્થળ બન્યું હતું.
     પ્રભાસમાં સ્નાન  કરીને મંદિરોમાં શિવની આરાધના કરીને સોમ એ પોતે દક્ષના શાપમાંથી મુક્તિ મેળવી હતી ત્યારે પણ આ સ્થળનું મહત્વ હતું  એમ અનુમા- ન થાય છે તેથી પ્રભાસના દેવતાની પવિત્રતાનો તે સમયે અંગીકાર થયેલો હતો.
   પ્રાગૈતિહાસિક કાળથી અને અત્યારે પણ શિવ અને એની સહચરી શક્તિની પૂજા ભારત વર્ષમાં ધાર્મિક માન્યતાઓનો મૂળભૂત સ્તર છે . સૌથી પહેલા નું શૈવસાહીત્ય યોગથી જ માત્ર નહીં પણ જાદુ અને મંત્રશક્તિથી પણ જોડાયેલું છે.  પ્રભાસ મહાશિવ યોગીઓ નું કેન્દ્ર હતું,  અને પુરાણોમાં ઉલ્લેખ છે એવા કેટલાક મોટા  ઋષિ મુનિયો એમની પવિત્ર વિદ્યા - સોમવિદ્યાના મહારથીઓ હતા. સોમ સાથે શિવનો  બહુ  ઘાટો સંબંધ ધરાવતા માલુમ પડે છે અને તે એટલે સુધી કે એમના અનેક નામોમાં એ    સોમ   પણ એક અભિધાન આપવામાં આવ્યું છે.  સોમ વિદ્યા પ્રમાણે  અમાસ શિવને  પવિત્ર છે અને  તેમની પૂજા માટે   ઘણી જ અનુકુળ  ગણાય છે તે દિવસે કરેલું કોઈ પણ ધાર્મિક કાર્ય  અનેકગણું પૂણ્ય આપનારું મનાય છે.
    જે પ્રભાસને સૌથી વધુ ધાર્મિક ગૌરવ    અર્પે છે  તે આ પાંચ ગુણધર્મો  સ્કંદ પુરાણ વર્ણવે છે સરસ્વતી નદી સમુદ્ર ગ્રસ્તચંદ્ર અને સોમનાથ દેવના દર્શન.  સોમવતી અમાવાસ્યા એ પ્રભાસ ની યાત્રા કરવી ઉપવાસ કરવો સરસ્વતીના સાગર સાથેના સંગમમાં સ્નાન કરવું  અને સોમનાથના દર્શન કરવા આ બધુ અગણિત ધાર્મિક યજ્ઞનું પુણ્ય આપે છે.

સોમવાર, 4 મે, 2020

. . . . . . . . મા ખોડીયાર ના ઝુલણાં

ખોડલ માડી ઝાડ ખુબડી,
                 તારા સતનો નો આવે પાર
વાઢ્યા ધડ સંધાડીયા,
                  અયુપ ને કર્યો અહવાર-૧
 આવડ ખોડલ ની અમારે ઓથ્ય,
                  કેના હૈયા આગળ કરગરઇં
પાંચ સોનામહોર હીરાગર ચંદરવો,
              માનીલે મોમડી પાની ખોડીયાર - ૨
                 ગીત- ઝુલણીયું
    આવડ તારો રોહીશાળા છે નેહ રે ,
                   તાતણે વહે રે આવડ ખોડીયાર -
ભૈ મેરખીયા પોઠીડો પલાણ રે -
                    અમારે જાવું તે મૈડા વેચવા -- 3
સાતે બેને કરિયા રે પરિયાણ રે -
                            વાળા રે નગર બાયુ હાલીયું ,
 હાલીયું હાલીયું ગળતી માજમ રાત રે
                        આવીને  ઉભીયુ પોળ ને બારણે . . . .
 ભઈ પોળીડા પોળ ઉઘેડ રે,
                            અમારે જાવું છે વળા શેરમાં. . .
 ઘેલી ચારણઆઇ નો બોલ રે,
                             દીધી રે પોળ્યુ  સવારે ઉઘડે . . .
ભાંગા ભાંગા લોઢાનાલોઢાનાં કમાડ રે ,
           .                  પેલો રે માર્યો રે રેરા નો પાળિયો . . .
ત્યાંથી દેવીયું સડવડ સાલી જાય જો ,
                 .             આવીને ઉભી રે માણેકચોકમાં . . .
ભાઈ વાણીડા ઘીવડીયા ને તોળ રે ,
                             આવડનો ઘડુલો સવા લાખનો. . . .
તોળિયા તોળીયા લાખ બે લાખ રે,
                                આવડનો ઘડુલો સવા લાખનો. . . .
ત્યાંથી આઇયું સડવડ  ચાલી જાય રે, ,
                               આવીને ઉભ્યુ  વડલા હેઠજો. . .
ઝરમર ઝરમર વરહે જીણા મેઘ રે ,
                                   વડલો વરહે રે સાચા મોતી એ. . . . . . 

શુક્રવાર, 1 મે, 2020

પિપરેશ્વર મહાદેવ

  • જય મહાદેવ
પિપરેશ્વર મહાદેવ ભગવાન શિવના લગભગ દરેક ગામમાં શિવાલય હશે. મંદિરમાં જ્યોતિર્લિંગની પૂજા થાય છે. ભગવાન શિવજી પત્રં, પુષ્પમ્ , ફૂલમ્ , તોયમ્ એટલે કે બિલ્લીપત્ર, પુષ્પ, ફળ, કે પાણી અર્પણ કરવાથી પ્રસન્ન થાય છે . એવુ જ પુરાતનીય મંદિર બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં ખાંભડા ગામમાં આવેલુ પિપરેશ્વર મહાદેવ નું મંદિર આવેલુ છે. ઉતાવળી નદીની વચ્ચે ભગવાન ભોળીયોનાથ બિરાજમાન છે . પુરાતન મંદિરના સ્થાને હાલમાં તો નવનિર્મિત મંદિર છે . ત્યાં પુરાતનીય પિપર નુ વૃક્ષ આવેલુ હતુ તેના નામ ઉપરથી પીપરેશ્વરમહાદેવ નામ પડ્યુ . કાળક્રમે પીપર પડી જતાં તેના થડમાંથી હાલમાં બીજુ પિપરનુ વૃક્ષ ઉગ્યુ છે. લોકવાયકા પ્રમાણે એક વખત જેસલ-તોરલ અહીં થઇને નિકળેલ તે આ જગ્યાએ રાતવાસો કરેલ. સવારે ઉઠી દાતણ કર્યા પછી દાતણની ચીર રોપેલ એ ચીરમાંથી પીપર ઉગેલી.
બીજી દંતકથા એવી છેકે ચોમાસામાં ખૂબ જ વરસાદ પડ્યો. આઠ-આઠ દિવસની હેલી મંડાણી. નદીમાં ઘોડાપૂર આવ્યું હતું . શિવનું દેવળ નદી વચ્ચે હોવાથી મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયુ. ત્યાં ઉંચો થાંભલો હતો જેના ઉપર ધજાઓ ફરકતી હતી તે થાંભલો એટલે કે ગામ લોકો તેને ધજાગરો કહે છે તે ધજાગરો પાણીના પૂરમાં તણાયો અને અમુક અંતર સુધી ગયા પછી પાણીમાં સામાં પુરે પાછો આવેલ એવી લોકવાયકા છે. તે થાંભલો હજી પણ ઉભો છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તિસભર વાતાવરણ જોવા મળે છે તેમાય ખાસ કરીને સોમવારે ભગવાન શિવનું મુખારવિંદ ચડાવી દીપમાળા પ્રગટાવવામાં આવે છે. ગામના નાના-મોટા તમામ આબાલ-વૃધ્ધ સૌ મંદિરે ભેગા થઇ સ્તુતિ-પ્રાર્થના , ધુન-ભજન કરી ભગવાનના ગુણગાન કરે છે. વડિલોના જણાવ્યા અનુસાર મુખારવિંદ કે મુખ અથવા મહોરું ચાંદીમાંથી બનાવી લીબડીસ્ટેટ ઠાકોર સાહેબ તરફથી દાનમાં મળેલ હતું. મહાદેવના પરચા પણ ઘણા સાંભળવામાં આવ્યા છે. જુના વખતમાં ગામ લુંટવા પાળ ચડી આવતા. લોકોની સંપતી લુંટતા, મારતા અને ગામો સળગાવતા. એકવાર આ ગામ ઉપર પાળ ચડી આવવાનું હતું તેની આગલી રાતે ગામ ધણી ને સ્વપ્નમાં મહાદેવ આવીને કીધેલુ કે કાલે સવારે ગામ ભાંગવા લુંટારા આવશે પણ તેની સામે ગામની રક્ષા કરતા ગામલોકોની આગળ હું કાળે ઘોડે સવાર થઇ આવીશ અને રક્ષા કરીશ અને સાચે જ ગામની રક્ષા કરેલ. હજીપણ ગામલોકોની અતુટ શ્રધ્ધા જોવા મળે છે. ખાંભડા ગામ નદીને કાંઠે જ વસેલુ છે . ઘણી વખત નદીમાં પૂર આવ્યા પણ ભગવાન શિવ ની કૃપાએ આબાદ બચાવ થાય છે. સૌની મનોકામના પુરી કરનાર એવા ભગવાન પિપરેશ્વર મહાદેવને નમસ્કાર કરી ધન્ય ધન્ય બનીએ . . . . જય પિપરેશ્વર મહાદેવ. . . . . . . . . . . . . .

લોકગીતો


પંખીડા પીયુ પીયુ પીયુ પોકારો, 
                    આતો ભાઇ ઉતરવાનો આરો રે ; 
હરિ પદ હૃદય કમળમાં ધારો,         
                     પંખીડા પીયુ પીયુ પોકારો. ટેક, 
અલખ લખભજન લેહે લાગી , 
                     જાગી જોયું નર નાર રે ; 
મીરાને કરમા શબરી પુરી, 
                      એ પળમાં ઉતર્યા પાર. પંખીડા . 
ગોપીચંદ ભરતને રે લાગી, 
                    વહી ગયા પારંપાર રે; 
પીપો સુરદાસ ને દાસ કબીરા , 
                      એને જાણે સકળ સંસાર. - પંખીડા. . . 
કૂબો કુંભારને સજનો કસાઈ, 
                     ધનોજી જાટ નાભો ઢાઢી રે; 
ભિલ ભક્ત ને સંપતિ સંતની, 
                      મલી ભલી હરિએ ભજાડી. પંખીડા. 
રાજા જનકને સુકદેવ જોગી, 
                       ધન્ય ધન્ય તેનો જન્મારો રે; 
એના રે ચિતડા કેવા હશે , 
                        તમે ચતુર ચિત વિચારો. પંખીડા .
 જો શાહ બલખ બુખારા નો બાદશાહ, 
                        જેણે છોડી સોળસેં સહેલી રે; 
અઢાર લક્ષ ઘોડા મેલી ચાલ્યા,
                     વળી દોલત દુનિયા મેલી. પંખીડા .
 નાત જાત નો નિયમ નથી ભાઈ,
                       કોણ દાનવ કોણ દેવા રે; 
દાસ ધીરા હરિ ધ્યાન ધરે તો, 
                       હરીજન હરજી જેવા. પંખીડા . . .
                        
                  .     .     .   ------- ધીરો ભગત