આ બ્લોગમાં ગુજરાત નો,ભારતનો ઇતિહાસ તેમજ ઐતિહાસીક ચરીત્રો, લોકવાર્તાઓ, લોકસાહિત્ય,દુહા-છંદ, લોકગીતો , ભજનો વગેરે આપવામાં આવે છે જેથી રસીક વાચકો નેં તમામ માહિતિ મળી રહે
ભારતવર્ષ ના પ્રાચીન ગ્રંથોમાં વેદો ઉપરાંત મહાભારતનું મહત્વ ખુબ જ વધારે છે. મહાભારતમાં ધર્મ, તત્વગ્યાન, વ્યવહાર, રાજનીતિ વગેરે વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. આ ગ્રંથથી આપણને ભારત ની પ્રાચીન સમયની પરીસ્થીતિની વિશ્વસનિય અને વિસ્તૃત પ્રમાણોના આધારે અનેક ઐતિહાસિક વાતો જાણવા મળે છે.
મહાભારતના કર્તા શ્રી વેદવ્યાસ છે. તેઓ એ મહાભારતનુ યુધ્ધ પોતાની સગી નજરે જોયું હતુ. યુધ્ધબાદ અઢાર વર્ષ પછી, ધૃતરાષ્ટ્રના પરલોકગમન બાદ શ્રી વેદવ્યાસજીએ લગાતાર ત્રણ વર્ષના મહાપરીશ્રમથી મહાભારત ગ્રંથની રચના કરી.
મહાભારતકાળમાં જેજે જાતિઓ, નદીઓ, પર્વતો અને રાજ્યો-રાજાઓ વગેરેની પણ માહિતી મળે છે. પર્વતોમાં મહેન્દ્ર, મલય, સુહ્ય, શુક્તિમાન, ઋક્ષવાન, વિન્ધ્ય, પારિયાત્ર એ સાત ભારતવર્ષમાં ગણાવ્યા છે. નદીઓમાં વિપુલા, ગંગા, સિન્ધ, સરસ્વતિ, ગોદાવરી, નર્મદા,નર્મદા,મહાનદી, બાહુદા, શતદ્રુ, ચંન્દ્રભાગા, યમુના, દૃષદ્વતિ વિપાષા, વિપાણા, સ્થુલવાલુકા, વેત્રવતિ, કૃષ્ણા, ઇરાવતિ, વિતસ્તા, પયોષ્ણી, દેવિકા, વેદસ્મૃતા, વેદવતિત્રિદિવા, ઇક્ષુલા, કૃમી, કરીષિણી, ચિત્રવાહા, ચિત્રસેના,ચિત્રસેના,ગોમતી, રહસ્યા, લોહિતારિણી, વન્દના, કૌશિકી ત્રિદિવા, નિવિતા, કૃત્યા, શતકુંભા, સરયૂ ચર્મણવતિ, હસ્તિસોમા, સરાવતિ, વેણા, ભીમરથી, કાવેરી, ચુલુકા, વાણી, સિંધુ, કુંડલી, શતબલા,શતબલા,સુપ્રયોગા, પવિત્રા વગેરે વગેરે નદીઓના ઉલ્લેખ છે.
ઉત્તરમાં યુનાન, ચિન, કાંબોજ જ્યાં મ્લેચ્છ જાતિ વસે છે. એવુ વર્ણન છે. સક્રૃદગ્રહ, કુલતથ, હુણ, પારસિક, રમણ, ચિન અને દેશમાલિક જ્યાં ક્ષત્રિયોનો ઉપનિવેશ કહેવામાં આવ્યો છે. શુદ્ર, આભિર, દરદ, કાશ્મિર, પશુ, ખાશિર, અન્તચાર, પલ્હવ, ગિરિગહ્ગર, આત્રેય, ભરદ્વાજ, સ્તનપોષિક, પ્રોષક કલિંગ, કિરાત, સિધ્ધ, બર્બર, હુણ વગેરે જાતિઓ વર્ણવી છે.
મહાભારતમાંથી એ કાળની રાજકીય, સામાજીક, આર્થિક વગેરે બાબતોની માહિતી જાણવા મળે છે. અસ્તુ. . .