આપણો ઇતિહાસ આપણો વારસો

આ બ્લોગમાં ગુજરાત નો,ભારતનો ઇતિહાસ તેમજ ઐતિહાસીક ચરીત્રો, લોકવાર્તાઓ, લોકસાહિત્ય,દુહા-છંદ, લોકગીતો , ભજનો વગેરે આપવામાં આવે છે જેથી રસીક વાચકો નેં તમામ માહિતિ મળી રહે

Deal's of The Month

Responsive Ads Here

ગુરુવાર, 16 એપ્રિલ, 2020

કસુંબી નો રંગ


જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ--રાજ ૦ બહેનીના કંઠે નીતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રી કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ---રાજ૦ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ---રાજ૦ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીના રંગ; વહાલી દિલદારાના પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ---રાજ૦ નવલી દુનિયા કેરાં સ્વપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ; મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ---રાજ૦ પીડીતની આંસુડાધારે-હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ; શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ---રાજ૦ ધરતીનાં ભુખ્યાં કંગાલાેને ગાલે છલકાયો કસુંબીનો રંગ; બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ---રાજ૦ ઘોળી ઘોળી પ્યાલા ભરીયા : રંગીલાં હો ! પીજો કસુંબીનો રંગ; દોરંગા દેખીને ડરીયાં : ટેકીલાં હો ! લેજો કસુંબીનો રંગ! ---રાજ૦ ----ઝવેરચંદ મેઘાણી

બુધવાર, 15 એપ્રિલ, 2020

રામવાળા નું સપાખરુ

    રામવાળા નું સપાખરુ
સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા, બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક, જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે, તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક. ॥૧॥ ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં, પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર, ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે, પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર. ॥૨॥ કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી, ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર, રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા, ડણંકી મામલે શુરા કરે મારામાર. ॥૩॥ હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા, વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક, ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં, મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક. ॥૪॥ બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ, તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ, લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી, મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ. ॥૫॥ હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી, ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન, બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી, સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન. ॥૬॥ લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા, કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ, હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા, બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ. ॥૭॥ લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા, ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ, રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા, જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ. ॥૮॥