આપણો ઇતિહાસ આપણો વારસો

આ બ્લોગમાં ગુજરાત નો,ભારતનો ઇતિહાસ તેમજ ઐતિહાસીક ચરીત્રો, લોકવાર્તાઓ, લોકસાહિત્ય,દુહા-છંદ, લોકગીતો , ભજનો વગેરે આપવામાં આવે છે જેથી રસીક વાચકો નેં તમામ માહિતિ મળી રહે

Deal's of The Month

Responsive Ads Here

ગુરુવાર, 30 જાન્યુઆરી, 2020

માતા મિનળદેવી

વિર જગદેવ પરમાર

   ચક્રવર્તિ રાજા ભોજ નો ભત્રીજો, રાજા ઉદયાદિતનો કુંવર જગદેવ પરમાર સૌથી દાનવિર અને પ્રતાપી રાજા થયો. તેણે પરમાર કુળની દેવી ગઢકાલિકાને સાત-સાત વખત મસ્તક અર્પણ કર્યુ અને દરેક વખત આ દાનવિર રાજાને માતાજીએ જીવતદાન આપ્યુ. ધાર(ઉજ્જૈન) મા ગઢકાલિકા મંદિરની પાસે જ રાજા જગદેવ પરમારની સમાધી છે.    संवत् इग्यारह इकांणवे, चैततीज रविवार ।

      सीस कंकाली भट्टनै, जगदेव दियो उतारि ।।

  મહાન દાનવિર જગદેવ પરમારે કંકાલી દેવીને પોતાના શિશનું દાન આપી દીધુ હતું. 

  જગદેવ મહાન પરમાર શાસક ઉદયાદીત્યનો નાનો પુત્ર હતો. પિતાને તેને રાજ સોંપવાની ઇચ્છા હતી પણ મોટા ભાઇ હોય અને પોતે રાજ કરે પાપ લાગે એમ વિચારી રાજનો ત્યાગ કરી ગુલબર્ગ કર્નાટક ચાલ્યો ગયો. ત્યાંના રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાએ ખુબ જ સન્માન આપી પોતાના ભાઇની જેમ રાખ્યો. 

  જગદેવનો બીજો સૌથી મહત્વપુર્ણ દાનનો પ્રસંગ ગુજરાતનો રાજા સોલંકી સિધ્ધરાજ જયસિંહના કાળમાં બનેલો. 

  રાજા ઉદયાદીતને બે રાણીઓ હતી. પહેલી સોલંકીરાણી અને બીજી વાઘેલીરાણી હતી. જગદેવ સોલંકી રાણીના પુત્ર હતા. શરુવાતમાં જગદેવે ગુજરાતના રાજા સોલંકી સિધ્ધરાજના સેનાપતિ તરીકે નોકરી કરી અનેક લડાઇઓ લડી વિજય મેળવ્યો હતો. 

   ત્યાંથી કલ્યાણીના સોલંકી વિક્રમ છઠ્ઠાના(ઈ. સ. ૧૦૭૬-૧૧૨૬) સેનાપતિ તરીકે રહી વિદર્ભદેશની સત્તા સભાળી. રાજા જગદેવ પરમારે પોતાની બુધ્ધિ, પરાક્રમ અને શક્તિથી આંધ્ર, દ્વારસમુદ્ર, અને આબુની અાજુબાજુના પ્રદેશો જીતી લીધા. એ સિવાય કર્ણાટકનો કિંગવરણ, આંધ્રના રાજા, ચિત્રકોટ, બસ્તર અને દ્વારસમુદ્રનો રાજા હોયસાલ ને પરાજીત કર્યા હતા. 

  ૧૧૨૬ ઈ. સ. માં કલ્યાણીનો રાજા સોલંકી વિક્રમાદિત્યના ૬ ના મૃત્યુ પછી સ્વતંત્ર રાજા બની પરમાર વંશની સ્થાપના કરી. ગઢ ચાંદુર(હાલનું રાજુરા તાલુકો, ચંદ્રપુર જીલ્લો મહારાષ્ટ્ર)ને પોતાની રાજધાની બનાવી. તેની સત્તા બુલઢાણા, અકોલા, અમરાવતી, ભંડારા, નાગપુર, વર્ધા, ગોંદિયા, બાલાઘાટ, સિવની, છિંદવાડા, બૈતુલથી લઇ માળવા સુધી હતી. 

  રાજા જગદેવે સાત પ્રકારના સોનાના સિક્કા ચલણમાં મુક્યા હતાં. 

  જગદેવ પરમારનું મૃત્યુ ઇ. સ. ૧૧૫૧ની આસપાસ માનવામા આવે છે. તેમના મૃત્યુ પછી તેમના વંશજોએ બારમી સદીના મધ્ય સુધી રાજ્ય કર્યુ પણ તે તેટલા લોકપ્રિય નથી. ત્યાર પછીના રતનપુરના ગોંડ રાજાઓએ વિદર્ભ ઉપર કબજો લઇ લીધો. 

        

વલ્લભી નગરી




વલ્લભીપુર પાટણ

કાઠીયાવાડ રેલ્વેના ધોળા જંક્શને ઉતરીને ઉગમણા જઇએ તો ૩ ગાઉ ઉપર વળા (વલ્લભીપુર)આવે છે. ભાવનગર જતા હાઇવે  રોડ ઉપર જ આવે છે. તેની પાસે ઘેલો નામે નદી વહે છે. આજથી સોએક વર્ષ પહેલા વલ્ભી નગરી ના જુના ખંડેર પણ જોવામાં આવતા એવી જૂની નોંધ મળે છે.  ચોમાસામાં જ્યારે પૂર આવતુ ત્યારે આ ખંડેરો વધારે ખુલ્લાં પડતા; અને તેમાંથી શિવલીંગો , જુનાસિક્કાઓ અને મૂર્તિઓ કોઇ કોઇ વખત નીકળતા, અને કહે છે કે ઇંટો પણ નિકળતી હતી. 
      ભટાર્ક નામના સેનાપતિએ આ નગર વસાવ્યુ હતુ. ભટાર્ક પછી વલ્લભીની ગાદીએ ઘણારાજાઓ થયા હતા. તેમણે લગભગ ૨૫૦-૩૦૦ વર્ષ રાજ્ય કર્યુ. 
વલભી તે સમયે મોટુ અને સમૃધ્ધ રાજ્ય હતુ. વસ્તીથી ભરપૂર અને પૈસેટકે આબાદ નગર હતુ. દૂર દૂરથી વેપાર અર્થે લોકો આવતા. વલભીમાં પ્રખ્યાત વિદ્યાપીઠ હતી જે દેશ વિદેશથી લોકો અભ્યાસ અર્થે આવતા તેવી નોંધ તે સમય
માં આવેલ ચીની પ્રવાસી હ્યુએન સંગની નોંધ ઉપરથી જાણવા મળે છે.કરોડપતિ શાહુકારોનાં સો કરતા પણ વધારે ઘરો હતાં. બૌધ્ધ ધર્મના મઠો પણ તેટલા જ હતા, તેમા આશરે ૬૦૦૦ કરતા વધારે સાધુઓ રહેતા હતા. વલભીની જાહોજલાલીનુ વર્ણન હ્યુએનસંગ કર્યુ છે.  
    વલ્લભીના છેલ્લા રાજાઓ શિલાદિત્ય નામે ઓળખાતાં હતા. છેલ્લા રાજા શિલાદિત્ય સાતમાંના વખતમાં કાકુ નામે એક મારવાડી વેપારી વલભીમાં રહેતો હતો. તે પહેલા ઘણો જ ગરીબ હોવાથી કાકુરંક નામે ઓળખાતો હતો. પણ વેપાર માં કમાવાથી કરોડપતિ થયો હતો ; તેને એક દીકરી હતી તે ઘણી જ વહાલી હતી. તેને માથુ ઓળાવવાની હીરામાણેક જડેલી સોનાની કાંસકી કરાવી આપી હતી. 
     આ કાંસકી એક દિવસ રાજાની કુંવરીના જોવામાં આવી તેથી તેને તે લેવાનુ મન થયું. રાજાએ કાકુશેઠને કાંસકી આપવાનો હુકમ કર્યો. કાકુએ તેની દીકરીની કાંસકી આપવાની ના કહી, તેથી રાજાએ જબરજસ્તી ખૂંચવી લીધી, આથી કાકુને બહુજ ગુસ્સો ચઢ્યો; તેણે રાજા સામે વેર લેવાનું વચાર્યુ. તેણે સિંધમાં જઇ આરબોને ચડાઇ કરવા દરીયાઇ માર્ગે લાવ્યો. આરબોએ શિલાદિત્યને લડાઇમાં હરાવી મારી નાખ્યો. વલ્લભી ને લૂંટીને બાળ્યુ અને નાશ કર્યો. આમ ભર્યુ ભાદર્યુ, સુખી, સમૃધ્ધ, આબાદ અને પ્રખ્યાત નગર નો નાશ થયો. 




ટિપ્પણીઓ નથી:











સારંગદેવ મકવાણા


ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશના શાસનને સુવર્ણકાળ માનવામાં આવે છેે . એ સમયે લોકોની સામાજીક, આર્થિક, અને સાંસ્કૃતિક  સ્થિતિ ખુબજ સારી હતી . તે કાળમાં મુળરાજ, ભીમદેવ, કર્ણ, સિધ્ધરાજ, કુમારપાળ અને બીજો ભીમદેવ જેવા મહાન અને પ્રતાપી રાજાઓ થયા. 

   ઇ. સ. ૧૧૭૮ માં ચાલુકયરાજ(સોલંકી) ભીમદેવબીજો પાટણની ગાદી એ બેઠો . આ રાજા બહુ જ શુરવીર અને બળવાન હતો. પણ તે ઉતાવળીયા સ્વભાવનો હતો. ઇતિહાસમાં તેને ભોળા ભીમ તરીકે ઓળખાય છે . 
  ગુજરાતનો રાજા ચાલુકરાય ભીમ અને દિલ્લીનો રાજા પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે કટુતા હતી. બંને વચ્ચે કોઇ વાતે વિરોધ ચાલ્યો આવતો હતો . તે સમયે ગજની નાે લુંટારો શહાબુદ્દીન ઘોરીએ દિલ્લી ઉપર આક્રમણ કર્યું હતું પરંતુ પૃથ્વીરાજ ચવ્હાણે તેને હરાવી બબ્બે વાર પાછો કાઢવામાં આવ્યાે હતો . 
  ચાલુક્યરાજ ભીમ, પૃથ્વીરાજ ને હરાવી બદલો લેવા માંગતો હતો. તેથી તેણે યવન શહાબુદ્દીઘોરીનો સાથ લેવાનું વિચાર્યુ. તેણે પોતાના વિશ્વાસુ એવા શુરવીર મકવાણા સારંગદેવને બોલાવ્યા . બોલાવીને તેને ગજની નગર જવાનો નિર્દેશ કરતા કહ્યુ કે તમે શાહબુદીન ઘોરીને જઇને કહેજો  કે ચાલુક્યરાજ ભીમ આજથી તમારાં પક્ષ માં છે. તમારી સહાયમાં રહેશે . 
       તેનું વર્ણન वंश भास्कर ગ્રંથમાં વિસ્તાર થી આપ્યું છે:
*अठी सुं म्हे आवां जरै  ही उठीसूं थे सज्जीभूत होय सामली आवो अर चालुक्कां रे प्रताप प्रमारां नूं पाडि तेगां रात डाका चहुवाणं नूं चखावो साकंभरी रा देस में तो अणहिलपुर रो अमल कियो जावसी ।
   अर नागोर द्रंग रो देस थांहरे काज उपहारीभूत लियो जावसी । इण पत्र लिखाय पातसाह री भेट निमित एकसत तुरंग दोय गजराज पैंतालीस कांतलोहमय खड्ग च्यारि रंगदार चामर साथ देर सारंगदेव नूं गजनवी विदा कीधो ।
  जिण दरकूंचां जाय उपहार दिखाय चालुक्यराजरो पत्र दीधो ।।१९।।
  ભાષાન્તર: આ બાજુથી અમે અમારી સેના સજ્જ કરીને આવશુ,  ત્યાંથી તમે તમારી સેના લઇને આ ચડી આવો. જેથી બંને મળી ચૌહાણો ને હરાવીએ. તેના બદલામાં નાગોર પ્રદેશ તમને ઇનામમાં આપશું. આ પ્રમાણે પત્ર લખી બાદશાહને ભેટસ્વરુપ એકસો ઘોડા , બે હાથી અને પિસ્તાલીસ ઉંચી ધાતુ માંથી બનેલી ઉમદા તલવારો , ચાર રંગીન છત્ર વગેરે સામગ્રી સહિત સારંગદેવને ગજની જવા વિદાય કર્યા. મકવાણા રાજા સારંગદેવ દડમજલ કૂચ કરતા ગજની પહોંચી ઉપહાર ભેટ ધરી ચાલુકરાજ ભીમનો પત્ર આપ્યો. 
  तिण पत्र मैं आपरैं साकंभर पातसाह रै नागोर यो लेख देखतां ही सभा रै बीच गौरी सहाबुद्दीन कोप गहीयो ।
 अर तत्तार खुरासाण न्याज निसुरुत् रुस्तुम् फीरोज इत्यादिक प्रत्यंतधरारा किंवाड़ प्रबीर जन उठै हूँता तिंका भी   चालुकराज नूं अतिदर्प कहियो ।।२०।।
 પત્ર વાંચી બાદસાહે જોયુ કે ચાલુક્યરાજે પોતાના માટે સાંભર પ્રદેશ અને બાદસાહ માટે નાગોર પ્રદેશ  ! ! પોતાના ભર્યા દરબારમાં બાદસાહ ક્રોધથી લોલચોળ થઇ ગયો. તેના દરબારીઓ એ પણ ચાલુકરાજ ભીમને ઘમંડી કીધો. 
जवनेस जंपीयो बिजय रो बिभाग बिजा नूं बांटी देण रो संकल्प तो कातरलोंकां रै सुणीजै ।
   परंतु आपरै रासि संचय करि सहायक नूं कण देण री अधिकाई मुणीजै ।।२१।।
   પત્ર વાંચીને યવનપતી ઘોરી બોલ્યો કે યુધ્ધમાં  જીતેલા  પ્રદેશ ના ભાગો તો કાયરો પાડે. અરે દંભી ચાલુકરાયે વિજય પછી પ્રદેસો ના આ રીતે ભાગ પાડવાની ગુસ્તાખી કેમ કરી ?  
 ચાલુક્યને આટલું બધુ અભીમાન?  જેના ગુજરાતદેશ ઉપર વારેવારે ચઢાઇ કરી મહમદ ગજનીએ જીત મેળવી છે . અરે કોઇ મૂઢ શિયાળ કોઇ સિંહની સહાયથી ગજરાજને મારી તેને પોતાનો શિકાર માને ! અરે એટલુ જ નહી એ ગીદડ મરેલા હાથીના હીસ્સામાંથી સિંહને માત્ર તેની પૂંછડી જ દેવા ઇચ્છે છે ! અરે કાયર ચાલુક્ય(ભીમ) ગજનવીના પ્રતાપે ચહુવાણના રાજ્ય છીનવી શાહબુદ્દીનને માત્ર નાગોર પ્રદેશ આપવાની વાત કરે છે ? ? એટલે હવે અમારી પ્રાથમિકતા એ રહેશે કે પહેલા ચૌહાણોને હરાવી બાદમાં ગુજરાતનો નાશ કરશું . આવુ સાંભળી મકવાણા સારંગદેવે કીધુ કે યવનો જાત ઉપર જઈ ઉભા રે. યવનોનો જાતિ સ્વભાવ એવો છે કે પોતાના જ વખાણ કરે . પોતાની જ બડાઇ કર્યા કરે પણ તેઓ એ નથી જાણતા કે ચાલુક્યરાજ ભીમ તમામ મ્લેચ્છ દેશોને પોતાની શરણમાં રાખવાની હેસિયત રાખે છે. અરે તમારી જેવા કેટલાય રાજાઓને હરાવી પોતાને પગે શીશ જુકાવ્યા છે. 
मुसलमांनां रो जोर आपरै ही घर रहै छै । अर रजपूतां सूं मिलीयां अद्रि रा उदक समान निस्सेस ढलि बहै छै ।
  या कहतां ही पातसाह री सैन सूं वजीर रो तीर मंकुवाण री छाती रै पार फूटो ।
    सो लोह लागतां ही सारंगदेव रा हाथ रो चंद्रहास रो प्रहार छूटो ।।२४।।
  તુરકો નુ જોર તો પોતાના ઘરમાં જ ચાલે એતો અમારો રાજપૂતો નો સહકાર થી તમે ગમે ત્યાં લડી શકો છો . બાકી તમારુ શું વજુદ છે ?  આટલા શબ્દ સાંભળતા જ બાદસાહના ઇશારે વજીરનું તીર મકવાણા સારંગદેવની છાતીએ લાગ્યું. મકવાણાના શરીર પર તીરનો ઘા લાગતા તેના હાથમાં રહેલી તલવારથી પ્રહાર કર્યો. 
 तिण सूं गजनवी रा हुजावहेजम रो मस्तक चक्र होय पडीयो ।
इणरीती केही जवनां रा प्राण देहरुप कारासदन रा बंदीवान छुडाय सहाबुद्दीन री सभा मैं सारंगदेव टूक टूक होय झडियो ।
  मंकुवाण रो मरण सुणता ही चालुक्य संधा रै साथ सभा मैं बोलियो जै खुरासाण रो तखत गौरी सहाबुद्दीन रै रहाऊं ।
 तो अब लज्जा रै अधीन आछो पुरुषार्थ खोय भीम नाम न कहाऊं ।।२५।।
મકવાણા ની તલવારના જાટકે ગજનવીના હુજાબહૈજબ નુ મસ્તક કપાઇ ભુમિ ઉપર પડ્યુ. આમ કેટલાય યવનોના દેહને કારાવાસ માં કેદ પ્રાણો ને છોડાવતા સાહબુદ્દીન ઘોરીના દરબારમાં મકવાણા સારંગદેવ નું શરીર ટુકડે ટુકડે  પડ્યું. અર્થાત સારંગદેવ ઘોરીના કેટલાય યવનો ને મારી પછી મર્યાં.  

x




આપણી સંસ્ક્રૃતિમા વૃક્ષપૂજન,ગાયપૂજન કે નાગપૂજન માટે ચોક્કસ દિવસો આપણા ઋષિમુનિઓએ આપ્યા  છે . પશુ પ્રકૃતિ કે વનસ્પતિ નું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ બહેનો પીપળા કે વડનું પૂજન વોટ સાવિત્રી નું વ્રત કરે છે બોળ ચોથ એ ગાય પૂજન નો દિવસ છે. તુલસીનું પૂજન કે શીતળા સાતમે ચૂલા નું પૂજન અથવા નાગપાંચમે નાગદેવતાનું પૂજન ફરી માનવજાત ઉપર કરેલા ઉપકારો યાદ કરીએ છીએ.

   નાગપાંચમે પાણિયારે  ચિત્ર દોરી તલવટ ધરાવીએ છીએ ગામમાં ચરમાળીયા ની ડેરીએ દર્શન કરી શ્રીફળ તલવટનો પ્રસાદ કરીએ છીએ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં નવરાત્રિના પહેલા દિવસની સાંજથી નાની દીકરીઓ માથે માટીના ગરબા લઈને નીકળતી ગામમાં ઘેર ઘેર જઈ ગરબાના ગીતો ગાય. એવી જ રીતે માટીમાંથી નાગ ની મૂર્તિ બનાવી પૂઠા નુ કે પત્રામાંથી મંદિર બનાવી નાગની મૂર્તિને અંદર સ્થાપી કોડિયુ મૂકી દીવો કરે .જેને ઘોઘો અથવા ઘોઘાબાપજી કહેતા.

  સૌરાષ્ટ્રના લોકજીવનમાં નાગપૂજાનો વણાઇ ગયેલો ઉત્સવ ઍટલે આ ઘોઘાબાપજીનો.હવે તો ખબર નહીં પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ના ગામડે ગામડે ને ઘેર ઘેર ઉજવાતો.છોકરાઓ ઘોઘાબાપજી ની માટીમાં થી બનાવેલી પ્રતિમા લઇ ઘરે ઘરે ફરે. ગાતાં જાય કે:

              "ઘોઘા ઘોઘા ઘોઘ સલામ,

               નાથીબાઇના વિર સલામ

               ત્રામ્બીયો ખોટો,ઘોઘો રાણો મોટો,

                    ટોકરીના ટમકાર

                    ઘુઘરીના ઘમકાર

              આગલો બંધુકદાર,પાછલો ચોકીદાર

               તેલ દો ધૂપ દો ,બાવાને બે દામ દો

                      વાસંગી વધાવી લો."

         અસલના શબ્દો આ પ્રમાણે છે:

  "ઘોઘા ઘોઘા ઘોઘ ચવાણ,લાખીબાઇના વિર ચવાણ"

કોઈ કહેછે કે આ ગોગા કે ઘોઘાબાપજી-ઘોઘ ચૌહાણ વાગડના અથવા કોઇ એને રાજસ્થાનના કહે છે.લોકવાયકા પ્રમાણે મહમદ ગઝની સોમનાથનું મંદિર તોડી હિરા-ઝવેરાત લૂંટી લોકોને બાન પકડી જ્યારે કચ્છરાજસ્થાનના રણ પ્રદેશના રસ્તે ગઝની જવા નીકળ્યો ત્યારે ઘોઘ ચૌહાણ તેની પાછળ પડે છે તેની સાથે યુદ્ધમાં ખપી ગયેલ આ ઘોઘા વીર મરીને નાગ સર્જાય છે એવી માન્યતા હોવી જોઈએ . આપણે ત્યાં એવી માન્યતા છે કે કોઈ સુરાપુરા કે પૂર્વ જ નાગ થઈ જન્મ લે છે હજુ પણ ગામડામાં નાગ નીકળે કે લોકો ઘોઘો નીકળ્યો એમ કહે છે ઉત્તર ગુજરાતમા ગોગ નારાયણ નું મંદિર છે ત્યાં સર્પપૂજા થાય છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ગામેગામ નાગના થાનકો છેે જે ચરમાળીયા તરીકે ઓળખાય છે ભાવનગર પાસે આવેલું નાગધણીમ્બા એક સમયે નાગપતન કે નાગ પાટણ તરીકે એક મોટી નગરી હતી એમ કહેવાય છે.થાન પાસે આવેલ વાસંગી દાદા નું મંદિર , કોઠી ગામે ખેતલીયા બાપાનું મંદિર વગેરે નાગપુજનના સ્થાનકો છે. કચ્છમાં આવેલું ભુજ ભુજીયા નાગ ઉપરથી વસેલું છે.

   પુરાણોના ઉલ્લેખ પ્રમાણે પાતાળલોકમાં ભોગવતી નદીને કાન્ઠે ભોગવતી નગરી હતી .અને તેનો વાસુકી નામે રાજા હતો.વેદોના ઉલ્લેખ પ્રમાણે વૈદિક સરસ્વતી નદીનું એક નામ ભોગવતી કહેલ છે. જે પ્રભાસક્ષેત્રના સાગરમાં મળતી.સરસ્વતી નદી હિમાલયમાંથી નીકળી દક્ષિણ સમુદ્રને મળતી હતી એવા વેદવાક્યનુ એ નદી  હીમાલયમાથી નીકળી રજપૂતાના અને ગુજરાતમાં થઈ ને સમુદ્રમા મળતી હતી એમ પુરાણો સમર્થન કરે છે.સરસ્વતી નદી ગુજરાત અને કાઠીયાવાડની વચ્ચે થઇ સમુદ્રને મળતી. કાઠીયાવાડ ગુજરાતની ભૂમિ સાથે જોડાયેલો નહોતો. એ દ્વીપકલ્પ ને બદલે બેટ હતો. મોટા ભૂકંપો અને જળપ્રલયને લીધે સરસ્વતી નષ્ટ થઇ અને પતિયાળાથી રાજસ્થાન અને ગુજરાતમાં નળકંઠા અને ખંભાત સુધી રણનો એક સુકો પટ્ટો મૂકતી ગઇ.ક્યાંક લુપ્ત થઇ ગઇ,ક્યાંક પ્રવાહ બદલાયો તો ક્યાંક ટુકડા થયા.આજની જે ભોગાવો નદી છે તે ભોગવતી પણ હોય શકે અથવા વૈદિક સરસ્વતીનો એક ભાગ પણ હોય શકે અને એમાં પણ આ જે ભોગાવો-ભોગવતી છે એને કાઠે નાગલોકો ની ભોગવતી નગરી પણ કદાચ તે સમયે હોય શકે.સૌરાષ્ટ્રમાં આ વાસુકી એ વાસંગી કે વાસંગજી ના નામે પૂજાય છે.