આપણો ઇતિહાસ આપણો વારસો

આ બ્લોગમાં ગુજરાત નો,ભારતનો ઇતિહાસ તેમજ ઐતિહાસીક ચરીત્રો, લોકવાર્તાઓ, લોકસાહિત્ય,દુહા-છંદ, લોકગીતો , ભજનો વગેરે આપવામાં આવે છે જેથી રસીક વાચકો નેં તમામ માહિતિ મળી રહે

Deal's of The Month

Responsive Ads Here

ગુરુવાર, 3 માર્ચ, 2022

ભજન भजन - Gujrati Bhajan

ગુજરાતી ભજન

મંગળવાર, 1 માર્ચ, 2022

अनबोक्सीग विडियो Unboxing video

unboxing video

સોમવાર, 29 માર્ચ, 2021

વિર માયાદેવ


 પાટણનું નામ સાંભળતા આપણને પાટણનો ભવ્ય ભૂતકાળ આપણી નજર સમક્ષ ખડો થાય છે.  મહારાજા મૂળરાજ દેવ સોલંકી થી માંડી દુર્લભરાજ, ભીમદેવ, કર્ણદેવસોલંકી, જયસિંહ  સિધ્ધરાજ,કુમારપાલ, ભીમદેવબીજો, વિરધવલ, વિસલદેવ,સારંગદેવ, અને કરણ દેવ વાઘેલા સુધીનો એ ગુજરાતના ગૌરવ સમો ઇતિહાસ જેને ગુજરાતનો સુવર્ણયુગ કહી શકાય. 

  ગુજરાતનો ઇતિહાસ લોકહ્રદયમાં લોકગીતો, રાસડા, લોકવાયકા અને લોકસાહિત્યરુપે હજારો વરસ પછી પણ ભૂલાયો નથી. પ્રજાપાલક રાજાઓ પોતાના રાજ્યની પ્રજાને પુત્રસમ માનતી અને પ્રજા ના દુખો દુર કરી સાચા અર્થમાં પ્રજાવત્સલ બન્યા છે. નગરની જનતા માટે વાવ, કૂવા, તળાવો,કિલ્લા મંદિરો, ધરમશાળાઓ વગેરે બંધાવતા,  તેના પુરાવાઓ આજે પણ પાટણની રાણકીવાવ, સહસ્ત્રલિંગતળાવ, સિધ્ધપુરનો રુદ્રમહાલય વગેરે પુરાતન અવષેશો એ સમયની ઝાંખી કરાવે છે. 

  પાટણના સહસ્ત્રલિંગતળાવ આજે તો ભગ્નઅવસ્થામાં પણ સોલંકીઓની જાહોજલાલી ની સાખ પુરે છે. તેને કાંઠે ઉભેલી બે દેરીઓ જોકે અત્યારે તો નવનિર્માણ થયેલ છે તેમાંની એક દહેરી સતિત્વની જ્વલંત ભાવના પ્રગટ કરે છે, તો બીજી દહેરી બલીદાનનો મહીમા જગતને શિખવાડે છે. 

 ગુર્જરપતિ પાટણની જનતાના પાણીના પ્રશ્ન હલ કરવા તળાવ ગળાવે છે એવા સમાચાર મળતા આજુબાજુના પરગણામાંથી હજારો શ્રમજીવીઓ ગામના પાદરે આવે તેમાં જસમા સતિ પણ આવે છે. જસમાના રુપ જોઇ મોહીત થઇ જાત જાતની લાલચો આપે. છતાં પણ પતિવ્રતા નારી લાલચોને પણ ઠોકર મારે . ગુજરધણી નેય મુંજવે, શીખ દે અને ડારે અને છેવટે કાંઇ ઉપાય  ન રહેતા શાપ દેતી પોતાના દેહને જલાવી દે પણ પોતાનું શીયળ બચાવે એ પ્રસંગ જ ઇતિહાસ અને સાહિત્ય ને ગરવો વિષય બનાવે છે.આ ઘટના ગુજરાતની જનતા અને કવિઓએ રાસડામાં કંડારી અને લોકહ્રદયમાં સંઘરી રાખી છે. 

  સહસ્ત્રલિંગ તળાવને કાંઠે બીજી ઉભેલી દેરીની કથા પણ તળાવ સાથે જ સંકળાયેલી છે. જસમાના શાપથી સહસ્ત્રલિંગ માં પાણી ટકતુ નથી જે ને કારણે તળાવ નિરર્થક થઇ ગયુ. હજારો શિવદેરીઓની વચ્ચે તળાવ કોરુ ધાકોર પડ્યુ રહ્યું. સતિ જસમા ના હ્રદયથી નિકળેલા નિહાકાથી જળ સુકાયા પછી જળાશયમાં પાણી ટકતા નથી. તળાવ ફરતા હજાર-હજાર શિવલિંગ પધરાવ્યા છે છતાં પણ સતિનો શાપ શાંત થાય એવો મારગ મળતો નથી. નગરવાસીઓ પાણી વગર કકળે, ટળવળે છે. તળાવ બંધાયાને  માથે બાર-બાર ચોમાસા ગોથા ખાઇને વયા ગ્યા, વરસાદય અનરાધાર પડેસ પણ જેના  કાંઠા આરસપાણાથી  બાંધેલા સે એવા તળાવમાં પાણીનું ટીપુંય ટકતું નથી. પાટણવાસીઓ તળાવ સામે જોય નિહાકા નાખેસે. રાજા અને પ્રજા બેય અકળાય સે.   લોકોમાં બસ એક જ ચર્ચા સંભળાય સે , અરે. . રે. . શું આ શાપનું કાંઇ નિવારણ નય હોય ??? ના... ના... હશે હશે સોલંકીમહારાજ અને મોટા-મોટા વિદ્વાનો એનો કાંક તો મારગ કાઢશે જ !!! 

  રાજા નગર ચર્ચા માં નિકળે ત્યારે પ્રજાનો કકળાટ, અસંતોષ અને રાજા પ્રત્યેની નારાજગી કાનો-કાન સાંભળી રાજા વિચાર કરે  કે આનો કંઇ ઉપાય તો ગોતવો જ પડશે !! ડાહ્યા પ્રધાને ઉપાય બતાવ્યો . મહારાજ ! પાટણના અને ગુર્જરદેશના વિદ્વાનો, પંડિતો અને જ્યોતિષિઓ તેડાવો શાપનું કાંક તો નિવારણ મળશે, શાપનું નિવારણ હોય જ નય એવું બને નય. 

  દેશના નામી-અનામી વિદ્વાનો, જ્યોતિષિઓ, પંડીતો પોથીઓ લય ભેગા થ્યા, ચર્ચાઓ જામી, શાશ્ત્રો-પુરાણોમાંથી શાપ નિવારણના ઉપાયો ગોતાણા. સર્વ વિદ્વાનો એકમત થઇ રાજે ને કીધું કે મહારાજ ઉપાય છે પણ કઠીન છે.   "શાપનુ ફળ મારી પ્રજા ન ભોગવે અને સતિના શાપ શમે, સહસ્ત્રલિંગનાં પાણી મારી પ્રજા પિવે એવા ઉપાય માટે જે કરવાનું થાશે તે હું કરીશ. " રાજાએ કીધું. 

"સહસ્ત્રલિંગ માં માણસનું રક્ત સિંચાઇ, ધરા તૃપ્ત થાય એટલે કે કોઇ માણસ પોતાના મનથી સ્વેચ્છાએ પોતાનું બલિદાન આપવા તૈયાર થાય તો શાપનું નિવારણ થાય,  ધરતી ભોગ માંગે છે". સવારે આખા પાટણ નગરમાં ઢંઢેરો પીટાણો. નગરજનો ને જાણવાની આતુરતા સ્વાભાવિક હોય કે કોણ બલિદાન આપશે પણ પોતે તૈયાર થાવાનું કોય વિચારતુ જ નથી !! 

  રાત પડે નગરમાં સાદ પડે, ઢોલ વાગે . આખું નગર પાણીના દુખની વાતુ કરે બલિદાન કોણ આપે છે એ જાણવા - સાંભળવા સવારે વહેલા જાગી તૈયાર થય જાય. દિ ઉગે દિ આથમે એમનામ સાત- સાત દિવસ ના વાણા વાય ગ્યા સે , બધા એકબીજાને પાણી ચડાવે પણ પોતે માથું દેવા તૈયાર નથી થાતા. 

   "હવે મારે જ બલિદાન આપવું પડસે" એક જુવાન એના દાદા ને કે સે.  "અરે બેટા !! કેમ તું આમ બોલસ  ?? " એક વૃધ્ધે પૂછ્યું. 

"આખા પાટણમાંથી કોય બલિદાન દેવા તૈયાર જ નથી થાતુ. કાલ સવારે મુદત ય પુરી થાશે. શું પાટણનું દુખ મટાડવા કોય નય આગળ આવે ?? . દાદા રાજમાં ખબર પોગાડો કે સહસ્ત્રલિંગની ધરાની તરસ છિપાવવા હું મારુ બલિદાન આપીશ. "

    "પણ આપણું બલિદાન ખપશે ?? 

 "પણ નો ખપે તો કેમ કોય આગળ નથ આવતું ?? " યુવાને ઉત્તર વાળ્યો. એ જુવાન એજ વિર માયાદેવ. એ રાતે આખું નગર ચિંતામાં હતું. કાલ બલિદાનનો દિ હતો, તે દિવસનું મુરત લેવાયુ તુ. પણ નગરમાંથી કોય તૈયાર થયુ જ નો'તુ. 

 માયાદેવનો વિચાર પોતાના કુટુંબ-પરિવારે જાણ્યો, બધો પરીવાર ભેગો થ્યો. સર્વની છાતી ગદ ગદ ફૂલે છે. ધન્ય ધન્ય જયકારા થ્યા. સવારે રાજમાં ખબર દેવાણા કે માયાદેવ નામનો જુવાન બલિદાન દેવા તૈયાર છે. દરબારમાં ને આખા પાટણમાં જોતજોતામાં વાત ફેલાય ગય. 

 બલિદાન માટે માયાદેવનો સ્વિકાર થયો. મુરત લેવની તૈયારી થાવા મંડી . આખુ પાટણ તળાવે ભેગુ થ્યુ. બલિદાન જોવા માનવમેરામણ ઉમટ્યો. માનવનું હૈયે હૈયુ દળાય છે. 

  સહસ્ત્રલિંગ તળાવ ની વચ્ચે એક જગ્યાએ બાજોઠ ઢળાયા. માયાદેવને પાટલે બેસાડી કપાળે કુમકુમ તિલક થયા. મંત્રોચાર કરતા કરતા વરણોદેવને આહુતીઓ અપાણી. નાનો હવન કુંડ પગટાણો. પંડીતોના શ્લોકોના ઉચ્ચારો થવા માંડ્યા. સતિના શાપને શાંત કરવા દેવીસૂક્તમના પાઠ થવા માંડ્યા. આમ વિધિ પૂરી થઇ. 

  છેલ્લે બલિદાન દેવાનુ મુરત આવ્યુ, માયાદેવનુ  પૂજન થયું માથે અક્ષત -પુષ્પો ચઢ્યાં. વધ કરનાર હાથમાં ઉઘાડી તલવારે તૈયાર ઉભો છે. નગરની જનતા પણ કાંપી ઉઠે છે. માયાદેવ બલિદાન દેવા માથું નમાવે ત્યાં મહારાજા ઉભા થય બોલ્યા: "માયદેવ !  મારા પાટણની ખાતર તું પ્રાણ આપે છે , માટે માગી લે તારા કુટુંબ માટે તું માંગે તે આપવા તૈયાર છું". 

  માયાદેવે ઉંચુ જોયું . બોલ્યા કે :"મારુ બલિદાન સ્વિકારો છો એજ મોટો ઉપકાર છે, મારે કંઇ જ માંગવાની ઇચ્છા નથી"

   માયાદેવે પોતાના પરીવાર અને સમાજને જોવા ચારે તરફ નજર કરી. પણ તેને તો એ સમયના ક્રુર હિન્દુ સમાજે અસ્પૃશ્યતાના નામે દુર-દુર ધકેલી દીધાતાં. 

  "મહારાજ : ઇશ્વરે અમને માણસ નો અવતાર આપ્યો છે, અમે પણ માનવ છીયે અને અમે પણ હિન્દુ છીયે એટલું વિચારજો. "

  "મારુ વચન છે એના માટે હું જરુર કંઇક કરીશ"પાટણપતિ માયાદેવની વ્યથા સમજી ગયા. 

  ભોગ દેવાની ઘડી આવી, તલવાર ઉંચકાણી ને માયાદેવે શાંતિથી શિર નમાવ્યું. શ્લોકો-મંત્રોની ધારા વહેવા લાગી. પાટણની સ્વાર્થી જનતાએ જયનાદો કર્યા. ઢોલ-નગારાના નાદ વચ્ચે નમેલી ગરદન ઉપર વિજળીવેગે તલવાર પડી, ધડ થી મસ્તક જુદુ થય ઉચ્છળી હવનવેદીમાં

પડ્યું. લોહીની ધારાઓ વછુટી. સહસ્ત્રલિંગતળાવની વચમાં હોમાયેલુ આ અપૂર્વ બલિદાન ભગવાન સૂર્યનારાયણ પણ થંભીને જોય રહ્યા. 

  માયાદેવે અાપેલું અપુર્વ બલિદાનથી તળાવમાં છુપાયેલા પાણી નાં શિરવાણ ફૂટ્યા .નગરની જનતા ઘેલી બની ગય. તે પછી થોડા જ દિવસોમાં આકાશમાં કાળાભમર વાદળા ચડ્યાં, મેઘ ગર્જના સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને સહસ્ત્રલિંગ તળાવ છલોછલ ભરાયુ . માયાદેવના બલિદાનથી શાપમુક્ત થયેલ તળાવના પાણી સૌએ હર્ષથી પીધા અને વાપર્યા . 

  મહારાજા ગયા, પાટણ અને સહસ્ત્રલિંગ તળાવની જહોજલાલી પણ ગઇ કે આજે જેના ભગ્ન અવશેષો નજરે પડે છે. આજે હજારો વરસ પછી પણ બે દેરીઓ એક સતિત્વના પ્રતિક સમી સતિ જસમાની અને બીજી પરોપકાર માટે વિરમાયાદેવે કરેલા મહાન સમર્પણની સાખ પૂરે છે. જે જગતને બલિદાનનો મહિમા સમજાવે છે. 

   

રવિવાર, 9 ઑગસ્ટ, 2020

ભક્તિ તણાં જ્યાં પૂર ઉમટે મોતની પરવા નથી #gujrati bhajan ગુજરાતી ભજન

શનિવાર, 8 ઑગસ્ટ, 2020

મન મોહન મુરત તેરી પ્રભુ- ગુજરાતી ભજન

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2020

#gujrati ગુજરાતી ભજન

ગુરુવાર, 7 મે, 2020

સૌરાષ્ટ્રના સોમનાથ મહાદેવ મહાત્મ્ય

                 સોમનાથ મહાદેવ
यत्र गंगा च यमुना  यत्र प्राची सरस्वती । यत्र सोमेश्वरो देवस्तत्र माममृतं कृतं कृधिन्द्रायेन्दो परिस्त्रव ।। (ૠગ્વેદ, ખિલ)
સૌરાષ્ટ્રનાં દક્ષિણ કાંઠે પ્રભાસ પાટણ  માં આવેલું સોમનાથ પ્રભુનું મંદિર  અનુશ્રુતિ પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિ જેટલું જ પુરાણું છે.  ઉપર આપેલા ઋગ્વેદના અવતરણથી તદ્દન સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ પવિત્ર ધામ ઘણું જ જાણીતું હતું મહાભારતના કાળમાં પ્રમાણે પ્રભાસ તીર્થક્ષેત્ર હતું .  ઐતિહાસિક દ્રષ્ટિએ જોતા પાંચ હજાર વર્ષ પહેલા ખીણમાં મહાદેવ પ્રભુ પૂજાતા માલમ પડે છે.
     પુરાણમાં હકીકત આમ છે દક્ષ પ્રજાપતિને ૨૭ કન્યાઓ હતી અમે તે બધીને ચંદ્રદેવ સોમ ને પરણાવી હતી આ બધી માં રોહિણી સૌથી વધારે રૂપાળી  હતી અને તેથી સમયનો તેના તરફ પક્ષપાત હતો સ્વાભાવિક રીતે તેની બીજી સ્ત્રીઓa જોકે તે બધી બહેનો જ  હતી  પોતાના  પિતા દક્ષ ને ફરિયાદ કરી અને તેમણે પોતાની બધી કન્યાઓ પ્રત્યે  સરખો વર્તાવ  રાખવા સોમ ને યુક્તિ પ્રયુક્તિથી સમજાવ્યો થોડા સમય પછી  વળી સોમ ને રોહિણીનું   આકર્ષણ દૂરની વાર થઈ પડ્યું અને તે તેનામાં જ કેવળ મસ્ત રહેવા લાગ્યું તેની બીજી સ્ત્રીઓ એ ફરીથી પોતાના પિતાને ફરિયાદ કરી અને તેણે જો પોતાનું વલણ ન બદલે તો શાપ આપવાની ધમકી આપી સોમે આ ધમકીને ગણકારી નહિ એટલે દક્ષે તેને શાપ આપ્યો તારો ક્ષય થશે
     પરિણામે ચંદ્ર દેવ  સોમ દિવસે દિવસે ક્ષય પામતો ગયો .  રોગ મુક્ત થવાના પ્રયત્નો માં તેણે યજ્ઞો કર્યા પણ તે નિષ્ફળ નીવડે તો ક્ષય થતો જ ગયો ઔષધિઓ સ્વાદ રહિત જેવી વનસ્પતિ ઉગવા અસમર્થ નીવડી દેવો ત્રાસી ઉઠયા સોમનાથ નિવારણ કરવા દક્ષ અને તેઓ કાલાવાલા કરવા લાગ્યા અને આ શરતોએ તેમણે તેમ કરવા સ્વીકાર્યું સોમ એ પોતાની બધી પત્નીઓ સાથે સરખો વાર્તાઓ રાખવો જોઈએ પ્રવાસ તીર્થયાત્રા આગળ જ્યાં સરસ્વતી નદી સાગરને મળે છે તેમાં સ્નાન કરવું જોઈએ અને ત્યાં મહાદેવ ની સ્તુતિ કરવી જો તે આ પ્રમાણે કરે તો માસના એક પક્ષમાં તે  રોજ રોજ ક્ષય પામતું જાય પરંતુ બીજા પક્ષમાં ગમતોદગદ. ગગ જાય વૃદ્ધિ પામતો જાય અંતે દક્ષિણૌ સ્ત્રીઓની અને બ્રાહ્મણોની ઉપેક્ષા ન કરવાનું કહ્યું.
      ડોક્ટરની સલાહ મુજબ સોંગ રોહિણી સહિત મરઘીના ઇંડાના આકારના સોમનાથ ના આ સ્પર્શ લિંગ ની રચના માટે નીચે  પ્રભાસ સ ઉતરી  આયો.
     4000 વરસની somni તપશ્ચર્યા પછી શિવ ભગવાન પર પ્રસન્ન થયા થયા કૃપા કરી અને તેને શુકલ પક્ષમાં વૃદ્ધિ પામવાનું અને  પ્રકાશવાનુ સામર્થ્ય બક્ષ્યું.   આ સ્થળે સોમે  પોતાનો ભાસ  પુનો પ્રાપ્ત કર્યું   એટલેઆ જગ્યા  પ્રભાસ નામે ઓળખાઇ
    બ્રહ્મા એ પોતે સોંમ અને તેની વહાલસોઈ  પ્રિયતમાં રોહિણીને સોમનાથના મંદિરની સ્થાપના માટે પ્રેરણા આપી.  બ્રહ્માએ પૃથ્વીને ભેદી અને સૌયે મરઘીના ઇંડાના કદનું શિવનું ઝળહળતું સ્વયંભૂ શિવલિંગ જોયું એ મધ અને   દર્ભાંકુરોથી છવાયેલું હતું.   એના પર બ્રહ્મલીલા મૂકવામાં અને ઉપર સાક્ષાત બ્રહ્માએ સોમનાથ પ્રભુના મોટા લિંગની સ્થાપના કરી હતી.  પછીથી વૈદિક મંત્રો વડે તેની અર્ચના થઈ હતી.
     સ્કંદપુરાણના પ્રભાસખંડમાં (૨ - 82 અને ૮૩) સોમનાથ લિંગનું આ પ્રમાણે વર્ણન છે :"સૂર્યમંડળની પ્રભા જેવું દેદીપ્યમાન તે  મહાશક્તિનું   સ્વયંભૂ લિંગ છે.    સર્પ થી વિટળાયેલું છે , મરઘીના ઈંડા જેવું એનું કદ  છે,  સ્પર્શલિંગ  એ કહેવાય છે.  અને  ભૂગર્ભમાં રહેલું છે. "
     મહાભારત યુદ્ધના દિવસોમાં પશ્ચિમ કાંઠે પ્રભાસ બધા સ્થળોમાં સૌથી વધારે પવિત્ર હતું . ઋષિઓ- મુનિઓ પણ ત્યાં એકઠા મળતા. ઇંદ્ર અને સૂર્ય એ બે દેવોનું માનીતું ધામ હતું. બધા પાપ નિવારણ કરવાનો એનો ગુણધર્મ હતો. પ્રભાસનું સમુદ્ર સ્નાન વ્યક્તિને સ્વર્ગે લઈ જનારું હતું . પાંડવો આ પવિત્ર ધામે આવ્યા હતા અને તેમણે તપસ્યા કરી હતી.  શ્રીકૃષ્ણ અને બલરામે પણ એમજ કર્યુ હતું. દ્વારકા  જતા રસ્તામાં   ગોકર્ણ થીઅર્જુન   આવ્યો હતો.  જન્મેજય પરીક્ષિત રાય  પણ અહીં  આવી ગયા હતા.શ્રી કૃષ્ણ યાદવોને  સૌરાષ્ટ્ર લઈ આવ્યા તે પહેલા ઘણા સમયથી પ્રભાસ આખા દેશમાંથી યાત્રાળુઓને આકર્ષતુ પવિત્ર સ્થળ બન્યું હતું.
     પ્રભાસમાં સ્નાન  કરીને મંદિરોમાં શિવની આરાધના કરીને સોમ એ પોતે દક્ષના શાપમાંથી મુક્તિ મેળવી હતી ત્યારે પણ આ સ્થળનું મહત્વ હતું  એમ અનુમા- ન થાય છે તેથી પ્રભાસના દેવતાની પવિત્રતાનો તે સમયે અંગીકાર થયેલો હતો.
   પ્રાગૈતિહાસિક કાળથી અને અત્યારે પણ શિવ અને એની સહચરી શક્તિની પૂજા ભારત વર્ષમાં ધાર્મિક માન્યતાઓનો મૂળભૂત સ્તર છે . સૌથી પહેલા નું શૈવસાહીત્ય યોગથી જ માત્ર નહીં પણ જાદુ અને મંત્રશક્તિથી પણ જોડાયેલું છે.  પ્રભાસ મહાશિવ યોગીઓ નું કેન્દ્ર હતું,  અને પુરાણોમાં ઉલ્લેખ છે એવા કેટલાક મોટા  ઋષિ મુનિયો એમની પવિત્ર વિદ્યા - સોમવિદ્યાના મહારથીઓ હતા. સોમ સાથે શિવનો  બહુ  ઘાટો સંબંધ ધરાવતા માલુમ પડે છે અને તે એટલે સુધી કે એમના અનેક નામોમાં એ    સોમ   પણ એક અભિધાન આપવામાં આવ્યું છે.  સોમ વિદ્યા પ્રમાણે  અમાસ શિવને  પવિત્ર છે અને  તેમની પૂજા માટે   ઘણી જ અનુકુળ  ગણાય છે તે દિવસે કરેલું કોઈ પણ ધાર્મિક કાર્ય  અનેકગણું પૂણ્ય આપનારું મનાય છે.
    જે પ્રભાસને સૌથી વધુ ધાર્મિક ગૌરવ    અર્પે છે  તે આ પાંચ ગુણધર્મો  સ્કંદ પુરાણ વર્ણવે છે સરસ્વતી નદી સમુદ્ર ગ્રસ્તચંદ્ર અને સોમનાથ દેવના દર્શન.  સોમવતી અમાવાસ્યા એ પ્રભાસ ની યાત્રા કરવી ઉપવાસ કરવો સરસ્વતીના સાગર સાથેના સંગમમાં સ્નાન કરવું  અને સોમનાથના દર્શન કરવા આ બધુ અગણિત ધાર્મિક યજ્ઞનું પુણ્ય આપે છે.